મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: ક્રાઈસ્ટચર્ચમાં ટીમ ઈન્ડિયાનો દિલધડક રનચેઝ

સોર્સ: gstv

ટીમ ઈન્ડિયાએ ક્રાઈસ્ટચર્ચમાં વધુ એક મોટી જીત સાથે ન્યઝીલેન્ડ સામે જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. બીજી ટી ટ્વેન્ટીમાં ટીમ ઈન્ડિયાએ એક બોલ બાકી રહેતા 181 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. 4 વિકેટથી જીત સાથે ટીમ ઈન્ડિયા પાંચ ટી ટ્વેન્ટીની સીરિઝમાં 2-0ની લીડ મેળવી ચૂકી છે. કિવી ટીમે ગ્લેન ફિલિપ્સની 70 અને જેકોબ્સની 58 રનની ઈનિંગની મદદથી ખરાબ શરૂઆત બાદ પણ 180 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 70 રનનો સ્કોર પર જ પાંચ વિકેટ ગુમાવી. જોકે, તે બાદ તિલર વર્માની માત્ર 26 બોલમાં 51 રનની ઈનિંગથી ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમના હાથમાંથી બાજી છીનવી લીધી. બીજા એન્ડ પર નમન ધીરે 17 બોલમાં 31 રન અને રેડ્ડીએ પણ 13 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. તિલક વર્મા પ્લેઅર ઓફ ધ મેચ રહ્યો.

આ સમાચાર શેર કરો