મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમની જાહેરાત થઈ ગઈ છે. મહિલા પસંદગી સમિતિએ આગામી ICC મહિલા T20

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમની જાહેરાત થઈ ગઈ છે. મહિલા પસંદગી સમિતિએ આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15-સભ્ય ટીમની પસંદગી કરી છે. ભારતે હરમનપ્રીત કૌરને કેપ્ટનશિપ સોંપી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માને તક આપી છે. તેમની સાથે જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ અને યશતિકા ભાટિયાને પણ તક મળી છે. પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, હેમલતા, શોભના અને રાધા યાદવને પણ તક આપવામાં આવી છે.
 
ટુર્નામેન્ટની નવમી આવૃત્તિ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં 3જીથી 20મી ઓક્ટોબર સુધી દુબઈ અને શારજાહમાં રમાશે. ભારત ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), યાસ્તિકા ભાટિયા (wk), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન.

ટ્રાવેલ રિઝર્વઃ ઉમા ચેત્રી (wk), તનુજા કંવર, સાયમા ઠાકોર
નોન-ટ્રાવેલિંગ રિઝર્વ: રાઘવી બિસ્ત, પ્રિયા મિશ્રા

આ સમાચાર શેર કરો