મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું સાનિયા મોહમ્મદ શમી સાથે લગ્ન કરશે?, પિતા ઈમરાને આપ્યો આ જવાબ

પૂર્વ ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના લગ્ન થવાના છે તેવી અફવા સોશિયલ મીડિયામાં છે

શું સાનિયા મોહમ્મદ શમી સાથે લગ્ન કરશે?, પિતા ઈમરાને આપ્યો આ જવાબ

પૂર્વ ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના લગ્ન થવાના છે તેવી અફવા સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ અફવાઓની હકીકત જણાવી છે. સાનિયાના પિતાએ એક ટીવી ચેનલ પર વાત કરતાં પુષ્ટિ કરી હતી કે, સોશિયલ મીડિયા પર હાલમાં જે પણ સમાચાર ફેલાઈ રહ્યા છે, તે બિલકુલ બકવાસ છે.

થોડા દિવસ પહેલા જ સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ મોહમ્મદ શમી પણ તેની પત્ની હસીન જહાંથી અલગ થઈ ગયો છે. 

હું જીવનની એક ખૂબ જ ખાસ યાત્રા પર નીકળી છું : મિર્ઝા

હાલમાં જ સાનિયા મિર્ઝા હજ યાત્રા માટે રવાના થઈ છે. આ અંગે સાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતાં કહ્યું હતું કે, લાંબી રાહ જોયા બાદ તેને આ પવિત્ર યાત્રા પર જવાની તક મળી છે. સાનિયા મિર્ઝાએ પોતાની પવિત્ર હજ યાત્રા શરૂ કરી દીધી છે. પૂર્વ ટેનિસ સ્ટારે તેના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેને 'પવિત્ર યાત્રા પર જવાની અમુલ્ય તક' આપવામાં આવી છે, કારણ કે તે ખૂબ જ જલ્દી સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હશે.

આ સમાચાર શેર કરો