મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024ની ચેમ્પિયન KKR બદલશે કેપ્ટન, શ્રેયસ અય્યરને બદલે મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીને મળશે કમાન?

IPL 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સ મોટો પ્લાન બનાવી બનાવી રહી છે. ફ્રેન્ચાઇઝી તેના ચ

IPL 2024ની ચેમ્પિયન KKR બદલશે કેપ્ટન, શ્રેયસ અય્યરને બદલે મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીને મળશે કમાન?

IPL 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સ મોટો પ્લાન બનાવી બનાવી રહી છે. ફ્રેન્ચાઇઝી તેના ચેમ્પિયન કેપ્ટનને બદલવાની છે. સમાચાર છે કે શ્રેયસ અય્યર IPL 2025માં KKRનો કેપ્ટન નહીં હોય. હવે ટીમને અય્યરની જગ્યાએ નવો કેપ્ટન મળશે. ફ્રેન્ચાઈઝી ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ અનુસાર કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે KKRએ સૂર્યકુમારને કેપ્ટનશિપની ઓફર કરી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સૂર્યકુમાર યાદવને KKRનો કેપ્ટન બનાવવાની માહિતી આપવામાં આવી છે.

33 વર્ષીય સૂર્યકુમાર યાદવ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. તે લાંબા સમયથી મુંબઈ માટે રમી રહ્યો છે. સૂર્યકુમાર હવે T20Iમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

સૂર્યકુમાર ટ્રેડ દ્વારા KKRમાં આવી શકે છે

તમને જણાવી દઈએ કે IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને રિટેન કરી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં તમામ ટીમોએ છ ખેલાડીઓને રિટેન કરવા પડશે અને બાકીના ખેલાડીઓને છોડવા પડશે. KKR સૂર્યકુમાર યાદવને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેડ કરી શકે છે. ટ્રેડ ડીલમાં KKRનો ખેલાડી મુંબઈ જઈ શકે છે અથવા KKR સૂર્યાના પૈસા મુંબઈને આપી શકે છે.

અગાઉ એવા ઘણા અહેવાલ હતા કે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા નિર્ણયોથી ખુશ નથી. એવા સમાચાર પણ હતા કે મુંબઈ આગામી સિઝન પહેલા સૂર્યાને રિલીઝ કરશે. જોકે, જ્યારે સૂર્યકુમાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને કેપ્ટન બનાવશે. ગમે તે થાય, IPL 2025 ઘણી રીતે ખૂબ જ રોમાંચક બનવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો