મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025 / ટૂર્નામેન્ટમાં આ ટીમ સામે નહીં રમે ઈંગ્લેન્ડ? યુકેમાં થયો નવો હોબાળો

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ

Champions Trophy 2025 / ટૂર્નામેન્ટમાં આ ટીમ સામે નહીં રમે ઈંગ્લેન્ડ? યુકેમાં થયો નવો હોબાળો

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ICCએ આ માટે શેડ્યૂલ પણ જાહેર કરી દીધું છે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ઈંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક ટીમનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ટીમ અફઘાનિસ્તાનની છે. યુકેના 160થી વધુ રાજકારણીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનની ટીમનો બહિષ્કાર કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્યારે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત? આ ખેલાડીઓનો થઇ શકે સમાવેશ

શા માટે ઉભી થઈ આ માંગ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ પર એક નજર કરીએ તો ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો એક જ ગ્રુપનો ભાગ છે. બંને ટીમો વચ્ચે 26 ફેબ્રુઆરીએ લાહોરમાં મેચ રમાવાની છે. જોકે, ઈંગ્લેન્ડના વેસ્ટમિન્સ્ટરે ECBને આ મેચ ન રમવા માટે કહ્યું છે. તે માને છે કે તાલિબાન સરકાર દ્વારા મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મેચનો વિરોધ કરીને તે તેની સામે સ્ટેન્ડ લઈ શકે છે. જોકે, હવે જોવાનું રસપ્રદ રહેશે કે ECB આ મુદ્દે શું નિર્ણય લે છે.

ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે ટેકો આપ્યો હતો

ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડ આ નિર્ણયનું સમર્થન કરતા જોવા મળ્યા છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે અમે ઈંગ્લેન્ડની પુરૂષ ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ તાલિબાન શાસનમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ સાથે થઈ રહેલા ભયાનક વ્યવહાર સામે અવાજ ઉઠાવે. તેણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે અમે ECBને વિનંતી કરીએ છીએ કે તે અફઘાનિસ્તાન સામેની આગામી મેચનો બહિષ્કાર કરવાનું પણ વિચારે. જેથી સ્પષ્ટ સંકેત મળે કે આવી ગેરવર્તણૂક સહન કરવામાં આવશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડની ટીમ

જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગ્સ્ટન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.

આ સમાચાર શેર કરો