મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympic 2024 / પેરાલિમ્પિકમાં ભારત માટે કોણે જીત્યો હતો પ્રથમ ગોલ્ડ? તેમના પર બનાવવામાં આવી છે ફિલ્મ

ઓલિમ્પિક બાદ હવે પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂ થશે. આ ગેમ 08 સપ્ટેમ્બર સુધી ચાલશ

Paralympic 2024 / પેરાલિમ્પિકમાં ભારત માટે કોણે જીત્યો હતો પ્રથમ ગોલ્ડ? તેમના પર બનાવવામાં આવી છે ફિલ્મ

ઓલિમ્પિક બાદ હવે પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂ થશે. આ ગેમ 08 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા ટોક્યોમાં યોજાયેલી પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા જેમાં 05 ગોલ્ડ, 08 સિલ્વર અને 06 બ્રોન્ઝ સામેલ હતા. પરંતુ શું તમે જાણો છો કે પેરાલિમ્પિકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો? અહીં અમે તમને તેમના વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપીશું

તમને જણાવી દઈએ કે મુરલીકાંત પેટકરે પેરાલિમ્પિકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. હેડલબર્ગમાં 1972 પેરાલિમ્પિકમાં, મુરલીકાંત પેટકરે મેન્સ 50 મીટર ફ્રી સ્ટાઇલ 3 સ્વિમિંગ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે મુરલીકાંત પેટકર ભારતીય સેનાના સૈનિક હતા અને સ્વિમિંગ પહેલા તેઓ બોક્સિંગ કરતા હતા. દેશની રક્ષા કરતી વખતે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મુરલીકાંત પેટકરને ઘણી ગોળીઓ વાગી હતી, જેના કારણે તેઓ પેરેલાઈઝ્ડ થઈ ગયા હતા. એક ગોળી તેમની કરોડરજ્જુમાં પણ વાગી હતી, જે આજ સુધી દૂર થઈ નથી.

ડોક્ટરની સલાહ પર સ્વિમિંગ શરૂ કર્યું, પછી ગોલ્ડ જીત્યો

યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મુરલીકાંત પેટકર 18 મહિના સુધી કોમામાં રહ્યા હતા. ત્યારપછી તેમને ખબર પડી કે તેમના શરીરનો નીચેનો ભાગ પેરેલાઈઝ થઈ ગયો છે. આ પછી ડોક્ટરે તેમને સ્વિમિંગ કરવાની સલાહ આપી. પછી તેમણે સ્વિમિંગ શરૂ કર્યું અને પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ જીત્યો.

મુરલીકાંત પેટકર પર ફિલ્મ બની 

ઉલ્લેખનીય છે કે પેરાલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર મુરલીકાંત પેટકર પર ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' બની હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાંત પેટકરની ભૂમિકામાં હતો. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કર્યું હતું.

આ સમાચાર શેર કરો