મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કાનપુર સ્ટેડિયમની હાલત પર ટ્રોલ થયું BCCI, નિરાશ ફેન્સે ઠપકો આપતા કહ્યું...સૌથી અમીર બોર્ડ શું કામનું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27

કાનપુર સ્ટેડિયમની હાલત પર ટ્રોલ થયું BCCI, નિરાશ ફેન્સે ઠપકો આપતા કહ્યું...સૌથી અમીર બોર્ડ શું કામનું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થઈ હતી. પહોલા દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ શકી હતી, જ્યારે બીજા દિવસની રમત વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. હવે ત્રીજા દિવસે એટલે કે 29મી સપ્ટેમ્બરે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સવારથી વરસાદ પડ્યો ન હતો. તેમ છતાં ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આનાથી સૌથી વધુ નિરાશ તે લોકો થયા જેઓ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ લાઈવ જોવા આવ્યા હતા.

હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આખું મેદાન કવરથી ઢંકાયેલું છે. નિરાશા વ્યક્ત કરતાં એક ફેને કહ્યું કે, કાનપુરનું સ્ટેડિયમ એટલું જૂનું છે કે અહીં ડ્રેનેજની સુવિધા સારી નથી. તેણે કહ્યું કે, અહીં વરસાદ નથી, જો અન્ય કોઈ મેદાન હોત તો અત્યાર સુધીમાં કવર હટાવી દેવામાં આવ્યા હોત અને સ્ટેડિયમની સફાઈ થઈ ગઈ હોત અને મેચ ફરી શરૂ થઈ ગઈ હોત.

નકામું છે કાનપુરનું મેદાન

આ ફેને મોટો દાવો કર્યો અને કહ્યું કે, કાનપુરનું મેદાન ખૂબ જ નકામું છે અને તેને નથી લાગતું કે ભવિષ્યમાં આ મેદાનને ક્યારેય કોઈ મેચની યજમાની સોંપવામાં આવશે. અહીંની સુવિધાઓ ખૂબ જ નકામી છે. ઉસ્સેખનીય છે કે, કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમે તેના ઈતિહાસમાં અત્યાર સુધી 40 ઈન્ટરનેશનલ મેચોની યજમાની કરી છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2021માં રમાઈ હતી. તે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ અને તે પ્રસંગે ખરાબ પ્રકાશને કારણે રમત પાંચમા દિવસે વહેલી સમાપ્ત થઈ.

ગ્રેટર નોઈડા સ્ટેડિયમ પણ થયું બદનામ

ગ્રેટર નોઈડાના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમવાની હતી તેને હજુ વધુ સમય નથી થયો. તે મેચમાં પણ વરસાદ હતો, પરંતુ વરસાદ બંધ થયા પછી પણ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનને સૂકવવામાં અસમર્થ હતો. તે દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફે મેદાન પણ ખોદી નાખ્યું હતું. ઘણા લોકો એમ કહીને ટ્રોલ કરી રહ્યા છે કે, BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, તેમ છતાં મેદાનની હાલત નિંદનીય છે.

આ સમાચાર શેર કરો