IND vs USA T20: રોહિત શર્મા -કોહલીના બેટિંગ ઓર્ડર પર શું બોલ્યો અંબાતી રાયડુ
ન્યૂયોર્કમાં આજે ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ અને પાકિસ્તા

ન્યૂયોર્કમાં આજે ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે જ્યારે અમેરિકન ટીમ કેનેડા અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે. અમેરિકાએ જે રીતે પાકિસ્તાન સામે રમત દર્શાવી તે જોતા ભારત માટે આ મેચ સરળ નહીં હોય.
T20 વર્લ્ડ કપ 2024 પહેલા આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી હતી કે શું વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ? આ બંને મહાન બેટ્સમેન ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે, પરંતુ વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં સાવ સસ્તામાં આઉટ થયો છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ ઈનિંગની શરૂઆત ન કરવી જોઈએ કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અંબાતી રાયડુ અને પીયૂષ ચલવાએ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
અંબાતી રાયડુએ વિરાટ કોહલી અને રોહિત શર્માની ઓપનિંગ જોડી વિશે કહ્યું, 'મને નથી લાગતું કે હાલના સમયે આ કોમ્બિનેશનમાં ફેરબદલ કરવા જોઈએ. ખાસ કરીને વિરાટ કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો છે. છેલ્લી મેચમાં પણ શાનદાર કવર ડ્રાઈવ પર બોલ ફટકાર્યો હતો. જે બોલ પર આઉટ થયો તે પણ ખૂબ જ સારો શોટ હતો, બસ તેણે થોડો ફિલ્ડરની ઉપર મારવો જોઈતો હતો. બંને જણા સાથે રમશે તો ભારતને ઘણી મેચમાં વનસાઈડેડ જીતાડી દેશે.
પીયૂષ ચલવાએ કહ્યું, 'વિરાટ કોહલી એવો ખેલાડી છે, જેણે દુનિયાની દરેક પ્રકારની પીચ પર બેટિંગ કરી છે, દરેક મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરી શકે છે. T20 ફોર્મેટ એવું છે કે કેટલીકવાર વસ્તુઓ તમારી તરફેણમાં નથી આવતી, પરંતુ જ્યારે તમે ચાર-પાંચ અથવા તો 10 બોલ રમો છો, ત્યારે જ બતાવી શકે કે તમે કેવા ફોર્મમાં છો. વિરોધી ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ હતા જેમણે 30-30 રન બનાવ્યા હતા, પરંતુ એવું ક્યારેય નથી લાગતું કે તેઓ ખૂબ જ સકારાત્મક છે. વિરાટ માત્ર એક મોટી ઇનિંગ દૂર છે, જે ગમે ત્યારે આવી શકે છે.






