Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Wasim Akram's comment after Pakistani fielder hits umpire on the head

VIDEO / અમ્પાયરના માથા પર વાગ્યો પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો, તો વસીમ અકરમે કહી એવી વાત કે ફેન્સને આવ્યો ગુસ્સો

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / અમ્પાયરના માથા પર વાગ્યો પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો, તો વસીમ અકરમે કહી એવી વાત કે ફેન્સને આવ્યો ગુસ્સો
સોર્સ : Google

દુબઈમાં ગઈકાલે રમાયેલા એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને યજમાન UAEને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે, આ મેચ શરૂઆતથી જ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શરૂઆતમાં પાકિસ્તાનની ટીમ આ મેચ બોયકોટ કરવા માંગતી હતી અને રમવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ મેચ થશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. જોકે PCB અને ICCના અધિકારીઓની બેઠક બાદ પાકિસ્તાનની ટીમ મેચ રમવા માટે રાજી થઈ હતી અને આ મેચ 1 કલાક મોડી ચાલુ થઈ હતી. બીજી તરફ આ મેચ દરમિયાન વધુ એક દુર્ઘટના પણ સર્જાઈ હતી. પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો હતો. આ ઘટના બાદ અમ્પાયરે ચાલુ મેચમાં મેદન છોડવું પડ્યુ અને અમ્પાયર પણ બદલવો પડ્યો હતો. 

App Store

પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો

દુબઈમાં એશિયા કપ ગ્રુપ Aમાં પાકિસ્તાન અને UAE વચ્ચે મેચ દરમિયાન જ્યારે પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો અમ્પાયર રુચિરા પલ્લિયાગુરુગેના માથામાં વાગ્યો ત્યારે રમત થોડી વાર માટે રોકવી પડી હતી. આ ઘટના UAEની ઈનિંગના પાવરપ્લેની છેલ્લી ઓવર દરમિયાન બની હતી, જ્યારે બોલર તરફ થ્રો ફેંકવાના ચક્કરમાં બોલ અમ્પાયરના માથામાં વાગ્યો. 

આ દરમિયાન સેમ અયૂબ બોલિંગ કરી રહ્યો હતો, તેણે તરત જ ચિંતા વ્યક્ત કરી. થોડીવાર પછી વધુ પાકિસ્તાની ખેલાડીઓ અમ્પાયર પાસે ગયા. અયૂબે પલ્લિયાગુરુગેની ટોપી ઉતારી, અને 57 વર્ષીય પલ્લિયાગુરુગે પોતાના ડાબા કાનની આસપાસના ભાગને પકડેલો જોવા મળ્યો.

અમ્પાયરે મેદાન છોડવું પડ્યું

થોડી વાર પછી પાકિસ્તાની ફિઝિયો પણ મેદાન પર આવ્યા અને અમ્પાયરનો કન્કશન ટેસ્ટ કર્યો. આખરે, અમ્પાયરને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. બાંગ્લાદેશના રિઝર્વ અમ્પાયર ગાઝી સોહેલે બાકીની મેચમાં અમ્પાયરિંગ કરી.

વસીમ અકરમની ટીકા થઈ રહી છે

મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં રહેલા વસીમ અકરમે જ્યારે આ ઘટના જોઈ, ત્યારે તેના પહેલા શબ્દો હતા, "શું થ્રો હતો! નિશાન પર જ." આ ઘટનાથી અકરમ પણ ચોંકી ગયો. જોકે, ક્રિકેટ ફેન્સને તેની પ્રતિક્રિયા પસંદ ન આવી. લોકો આ નિવેદન માટે તેની ટીકા કરી રહ્યા છે. એક વ્યક્તિ એ X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું છે, "એક પાકિસ્તાની ફિલ્ડરે અમ્પાયરને માથા પર માર્યો અને વસીમ અકરમે કહ્યું, 'શું થ્રો હતો! બુલ્સઆઈ!' આ દરેક પાકિસ્તાની ક્રિકેટરની માનસિકતા છે."

કેવી રહી મેચ?

મેચની વાત કરીએ તો પાકિસ્તાને યજમાન UAEને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે સુપર-4માં 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. મેચમાં UAEએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ફખર ઝમાનની અડધી સદીના કારણે UAE સામે 147 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેના જવાબમાં UAEની ટીમ 105 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.