Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asia Cup 2025 SL vs AFG match preview

Asia Cup 2025 / સુપર-4માં પહોંચવા પર હશે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની નજર, આજે રમાશે રોમાંચક મેચ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / સુપર-4માં પહોંચવા પર હશે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની નજર, આજે રમાશે રોમાંચક મેચ
સોર્સ : GSTV

ગુરુવારે યોજાનારી એશિયા કપના 'કરો યા મારો' મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકા સામે આક્રમકતા દર્શાવવી પડશે. બાંગ્લાદેશ સામે હાર્યા બાદ, સુપર-4માં સ્થાન મેળવવા માટે અફઘાનિસ્તાને શ્રીલંકાને કોઈપણ કિંમતે હરાવવું પડશે. જીત મેળવ્યા પછી, તેના 4 પોઈન્ટ શ્રીલંકા અને બાંગ્લાદેશના બરાબર રહેશે, પરંતુ તેની રન રેટ (+2.150) બાંગ્લાદેશ (-0.270) કરતા સારી છે, જેણે તેની બધી લીગ મેચ રમી લીધી છે.

App Store

T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચ્યા પછી, રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમ પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ તે હજુ સુધી એશિયા કપમાં અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી શકી. મંગળવારે રાત્રે બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાને 155 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો, પરંતુ તે નિષ્ફળ ગયું. રાશિદે મેચ પછી કહ્યું, "અમે તે પ્રકારનું આક્રમક ક્રિકેટ ન રમી શક્યા, જેના માટે અમે પ્રખ્યાત છીએ. અમે અમારા પર ખૂબ દબાણ બનાવવા દીધું છે. અમારા બોલર્સે તેમને 160થી ઓછા રન સુધી મર્યાદિત રાખ્યા, પરંતુ બેટ્સમેનોએ બેજવાબદાર શોટ રમ્યા."

તેણે આગળ કહ્યું કે, "T20 ક્રિકેટમાં, મેચ ઘણીવાર પ્રથમ છ ઓવરમાં હાથમાંથી નીકળી જાય છે, પરંતુ તમારે વાપસી કરવી પડે છે." દરમિયાન, શ્રીલંકાની ટીમ, જેણે પોતાની બંને મેચ જીતી છે, તે પણ વધુ સારી બેટિંગ કરવા માંગશે. કેપ્ટન ચરિથ અસલંકાએ સ્વીકાર્યું કે તેમને હારથી દુઃખી અફઘાનિસ્તાન સામે વધુ પ્રોફેશનલ પ્રદર્શન કરવું પડશે.

તેણે કહ્યું, "અમે પ્રોફેશનલ્સ છીએ અને અમારે વધુ સારું રમવું પડશે." શ્રીલંકાના બેટ્સમેનોને અફઘાનિસ્તાનના સ્પિનર્સ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે, જ્યારે અફઘાનિસ્તાને શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર, વાનિન્દુ હસરંગાનો સામનો કરવો પડશે. શ્રીલંકાના ટોપ ઓર્ડરના બેટ્સમેન, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ અને કામિલ મિશ્રા પણ સારા ફોર્મમાં છે. બંને ટીમ વચ્ચેની મેચ આજે (18 સપ્ટેમ્બર) રાત્રે 8:00 વાગ્યે અબુ ધાબીમાં રમાશે. ટોસ અડધો કલાક પહેલા થશે.

એશિયા કપ માટે બંને ટીમો

શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનિડુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, દાસુન શનાકા, જેનિથ લિયાનાગે, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાલાગે, વાનિન્દુ હસરાંગા, મહિષ તીક્ષણા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુશારા, મથીશા પથિરાના.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઓમરઝઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરીદ મલિક, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.