Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : West Indies squad announced for Test series against India

INDVsWI: ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર, ચંદ્રપૉલ અને અથાનાજેને મળી તક

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
INDVsWI: ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર, ચંદ્રપૉલ અને અથાનાજેને મળી તક
સોર્સ : GSTV

વેસ્ટ ઇન્ડિઝે ભારત વિરૂદ્ધ આવતા મહિને રમાનાર બે મેચની ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ સિરીઝ માટે પૂર્વ કેપ્ટન ક્રેગ બ્રેથવેટને તક આપવામાં આવી નથી જ્યારે તેગનારાયણ ચંદ્રપૉલ અને એલિક અથાનાજેને ટીમમાં તક મળી છે. વેસ્ટ ઇન્ડિઝ 2થી 6 ઓક્ટોબર સુધી અમદાવાદ અને 10થી 14 ઓક્ટોબર વચ્ચે નવી દિલ્હીમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ મેચ રમશે.

App Store

WTC 2025-27 ચક્રની શરૂઆત કરશે ભારત

વેસ્ટ ઇન્ડિઝ ભારત વિરૂદ્ધ આ સિરીઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રની શરૂઆત કરશે. વેસ્ટ ઇન્ડિઝની કમાન રોસ્ટન ચેઝના હાથમાં હશે જ્યારે જોમેલ વારિકન વાઇસ કેપ્ટન છે. પસંદગીકારોએ 33 વર્ષીય ઓલરાઉન્ડર ખેરી પિયરેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. ભારતના ગત પ્રવાસ (2018) પર ટીમની આગેવાની કરનારા બ્રેથવેઇટે આ વર્ષે માર્ચમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધુ હતું. 

ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે પોતાની વેબસાઇટ પર કહ્યું,ચંદ્રપૉલ અને અથાનાજેને ટોચના ક્રમની બેટિંગને મજબૂત કરવા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે પિયરેને વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયનશિપમાં મજબૂત પ્રદર્શન બાદ ટીમમાં બીજા સ્પિનરના રૂપમાં સામેલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયનશિપમાં તેને 41 વિકેટ ઝડપી હતી.

ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ

રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વારિકન (વાઇસ કેપ્ટન), કેવલોન એન્ડરસન, એલિક અથાનાજે, જોન કેમ્પબેલ, તેગનારાયણ ચંદ્રપૉલ, જસ્ટિન ગ્રિવ્સ, શાઇ હોપ (વિકેટ કીપર), તેવિન ઇમલાચ, અલ્જારી જોસેફ, શમાર જોસેફ, બ્રેન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયરે, જેડન સીલ્સ.

ડેરેન સેમી (મુખ્ય કોચ), ફ્લોય રિએફેર (બેટિંગ કોચ), રવિ રામપોલ (બોલિંગ કોચ), રેયન ગ્રિફિથ (ફિલ્ડિંગ કોચ).