Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK match schedule for super 4 of Asia Cup 2025

Asia Cup 2025 / હવે સુપર-4માં પણ થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં રમાશે આ મેચ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / હવે સુપર-4માં પણ થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં રમાશે આ મેચ
સોર્સ : Google

એશિયા કપ 2025ની 10મી મેચમાં, પાકિસ્તાને UAEને હરાવીને સુપર-4માં ક્વોલિફાય કર્યું. આ સાથે એશિયા કપ 2025 માં UAEની સફરનો અંત આવ્યો. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એશિયા કપ 2025માં ટકરાશે. અગાઉ, બંને ટીમોએ ગ્રુપ સ્ટેજની મેચ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

App Store

આ દિવસે ભારત-પાકિસ્તાન ટકરાશે

એશિયા કપ 2025માં ફેન્સને બીજી વખત ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. બંને ટીમો હવે સુપર-4માં એકબીજા સામે ટકરાશે. આ મેચ 21 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, તે જ સ્ટેડિયમ જ્યાં ટીમ ઈન્ડિયાએ અગાઉ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ તેની બંને મેચ જીતીને સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે તેની ત્રીજી અને છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

પાકિસ્તાન UAEને હરાવીને ક્વોલિફાય થયું

UAE સામેની મેચ પાકિસ્તાન માટે કરો યા મરો જેવી હતી. હારથી તે સુપર ફોરની રેસમાંથી બહાર થઈ ગયું હોત, પરંતુ એવું ન થયું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 146 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી ફખર ઝમાન સૌથી વધુ 50 રન બનાવ્યા. શાહીન આફ્રિદીએ પણ અણનમ 29 રન બનાવ્યા. UAE તરફથી જુનૈદ સિદ્દીકીએ 4 વિકેટ લીધી હતી.

147 રનના ટાર્ગેટના જવાબમાં, UAE 17.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને પાકિસ્તાને 41 રનથી મેચ જીતી લીધી. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા શાહીન આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહેમદે 2-2 વિકેટ લીધી હતી.