Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RP Singh and Pragyan Ojha in fray to become India's National selectors

પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ બની શકે છે નેશનલ સિલેક્ટર, આ ખેલાડી પણ રેસમાં

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ બની શકે છે નેશનલ સિલેક્ટર, આ ખેલાડી પણ રેસમાં
સોર્સ : GSTV

ભારતના બે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ નેશનલ પસંદગી સમિતિના સભ્ય બની શકે છે. નેશનલ પસંદગી સમિતિમાં બે પદ ખાલી થઇ રહ્યા છે અને BCCIએ તેને ભરવા માટે અરજી મંગાવી હતી. પ્રવીણ કુમાર, આશીષ વિંસ્ટન જૈદી અને શક્તિ સિંહે પણ અરજી કરી છે પરંતુ પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ રેસમાં આગળ છે. બન્ને આવતા મહિને પદ સંભાળી શકે છે.

App Store

નેશનલ પસંદગી સમિતિમાં સેન્ટ્રલ ઝોનના સુબ્રતો બેનરજી અને સાઉથ ઝોનની એસ શરથની જગ્યાએ લેવા માટે BCCIએ કેટલાક પાયા નક્કી કર્યા છે. એક રિપોર્ટ અનુસાર સાઉથ ઝોનથી પ્રજ્ઞાન ઓઝા અને સેન્ટ્રલ ઝોનથી આરપી સિંહ નેશનલ પસંદગીકાર બની શકે છે.

પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ યુપીના છે. સેન્ટ્રલ ઝોનથી આ સિવાય યુપીના એક અન્ય પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે પણ અરજી કરી છે. પ્રવીણ કુમાર ભારત માટે કેટલાક આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. આ સિવાય યુપીના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ વિંસ્ટન જૈદી અને હિમાચલ પ્રદેશના શક્તિએ સેન્ટ્રલ ઝોન માટે અરજી કરી છે.

BCCIના નેશનલ પસંદગીકાર કોણ બની શકે?

BCCIએ બન્નેના નેશનલ પસંદગીકાર માટે જે સ્કેલ સેટ છે,તેના અનુસાર કેન્ડિડેટ માટે ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમવું જરૂરી છે. આ સિવાય એવી પણ શરત રાખવામાં આવી છે કે તે ક્રિકેટમાં ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા સંન્યાસ લીધેલા હોય અને 5 વર્ષમાં BCCIની કોઇ પણ ક્રિકેટ સમિતિનો સભ્ય ના હોવો જોઇએ.

પ્રજ્ઞાન ઓઝા-આરપી સિંહ અને પ્રવીણ કુમારની ક્રિકેટ કરિયર

પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની વાત કરીએ તો ભારત માટે 24 ટેસ્ટ, 18 વન ડે અને 6 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આરપી સિંહે 14 ટેસ્ટ, 58 વન ડે અને 10 ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રવીણ કુમારની વાત કરીએ તો 6 ટેસ્ટ, 68 વન ડે અને 10 ટી-20 મેચ રમી છે.