Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Varun Chakravarthy creates history in T20, becomes world's number 1 bowler

વરૂણ ચક્રવર્તીએ ટી-20માં રચ્યો ઇતિહાસ, વિશ્વનો નંબર-1 બોલર બન્યો

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
વરૂણ ચક્રવર્તીએ ટી-20માં રચ્યો ઇતિહાસ, વિશ્વનો નંબર-1 બોલર બન્યો
સોર્સ : GSTV

વરૂણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડના જૈકબ ડફીને પછાડ્યો છે જેના હવે 717 રેટિંગ પોઇન્ટ છે. વરૂણ ચક્રવર્તી 733 પોઇન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો છે. વરૂણ ચક્રવર્તી સિવાય માત્ર રવિ બિશ્નોઇ ટી-20 રેન્કિંગમાં ટોપ 10માં જગ્યા બનાવનાર ભારતીય છે. રવિ બિશ્નોઇ હવે આઠમા નંબર પર છે. વરૂણ ચક્રવર્તી સિવાય અક્ષર પટેલ 12માં સ્થાન પર છે.

App Store

વરૂણ ચક્રવર્તીએ રચ્યો ઇતિહાસ

વરૂણ ચક્રવર્તી તમિલનાડુનો પ્રથમ ખેલાડી છે જે ટી-20માં નંબર-1 બન્યો છે. વરૂણ ચક્રવર્તીના ટી-20 કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. 34 વર્ષના આ બોલરે 2021માં ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ અત્યાર સુધી 20 ટી-20 મેચ રમી છે અને 35 વિકેટ ઝડપી છે. વરૂણ ચક્રવર્તીની ટી-20માં ઇકોનોમી રેટ માત્ર 6.83 છે અને 2 વખત ટી-20માં પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે.

એશિયા કપમાં વરૂણ ચક્રવર્તીનું પ્રદર્શન

વરૂણ ચક્રવર્તી એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો હુકમનો એક્કો છે. 2 મેચમાં વરૂણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી છે. વરૂણ ચક્રવર્તી પાવરપ્લેમાં ડેથ ઓવર્સમાં બોલિંગ કરી શકે છે. દુબઇ અને અબુ ધાબીની પિચ સ્પિનર્સને મદદ કરે છે. 

ટેસ્ટમાં બુમરાહ નંબર-1 બોલર

ICC ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ નંબર-1 બોલર છે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા છે. તે બાદ ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો બોલર મેટ હેનરી છે. તે બાદ (4) પેટ કમિન્સ, (5)ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ છે.