Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI's search for new title sponsor complete

BCCIની નવા ટાઈટલ સ્પોન્સરની શોધ પૂરી, હવે આ નામની જર્સી પહેરી રમશે ટીમ ઈન્ડિયા

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2025
લાઇવ ટીવીGoogle News
BCCIની નવા ટાઈટલ સ્પોન્સરની શોધ પૂરી, હવે આ નામની જર્સી પહેરી રમશે ટીમ ઈન્ડિયા
સોર્સ : google

BCCI ની નવા ટાઇટલ સ્પોન્સરની શોધ પૂર્ણ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ટીમ ઇન્ડિયાની જર્સી ઉપર હવે ડ્રીમ ઈલેવનના બદલે હવે નવા સ્પોન્સરનો લોગો જોવા મળશે. ટીમ ઈન્ડિયા હવે જર્સી પર એપોલો ટાયર્સ નામ સાથે રમતી જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અપોલો ટાયર કંપની વચ્ચેનો ડીલ ફાઈનલ થઈ ગઈ છે. 

App Store

રિપોર્ટ અનુસાર, હવે ભારતીય ટીમની જર્સી પર એપોલો ટાયર્સનું નામ છાપવામાં આવશે. BCCI અને કંપની વચ્ચેનો સોદો લગભગ અંતિમ સ્વરૂપ પામ્યો છે. એપોલો ટાયર્સ દરેક મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને 4.5 કરોડ રૂપિયા ચૂકવશે. જણાવી દઈએ કે એશિયા કપ 2025માં, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા કોઈ ટાઇટલ સ્પોન્સર વિના ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગ બિલ 2025 રજૂ થયા પછી ડ્રીમ 11 અને બીસીસીઆઈ વચ્ચેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. બિલ પસાર થયું તે પહેલા ડ્રીમ 11 ટીમ ઇન્ડિયાનું ટાઇટલ સ્પોન્સર હતું.