Ranji Trophy / યુવા ખેલાડીની કેપ્ટનશિપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ જાહેર કરી પોતાની ટીમ
રણજી ટ્રોફીમાં દિલ્હીની ટક્કર રેલ્વે સામે થશે. બંને ટીમો વચ્ચે 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુ

રણજી ટ્રોફીમાં દિલ્હીની ટક્કર રેલ્વે સામે થશે. બંને ટીમો વચ્ચે 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન મેચ રમાશે. આ મેચ માટે દિલ્હીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આયુષ બદોની દિલ્હીનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાં હોવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી મંગળવારે દિલ્હીની ટીમમાં જોડાશે. વિરાટ કોહલી લગભગ 12 વર્ષ પછી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. દિલ્હીના કોચ સરનદીપ સિંહે પુષ્ટિ કરી છે કે વિરાટ કોહલી રમશે.
આ પણ વાંચો: રોહિત શર્મા સહિત આ ખેલાડીઓ આગામી રણજી મેચ નહીં રમે, મુંબઈ ટીમમાંથી બહાર
આ પહેલા દિલ્હીની મેચ સૌરાષ્ટ્ર સામે હતી, વિરાટ કોહલી આ મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ઈજાને કારણે સૌરાષ્ટ્ર સામે નહતો રમી શક્યો. પરંતુ આ પછી, વિરાટ કોહલી મુંબઈમાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યો
તાજેતરમાં, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ રીતે ફ્લોપ થયો હતો. સિરીઝની નવ ઈનિંગ્સમાં, તેણે 23.75ની એવરેજથી ફક્ત 190 રન બનાવ્યા હતા. જે પછી ચર્ચા થવા લાગી કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ.
દિલ્હીની ટીમ
આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, પ્રણવ રાજવંશી, સનત સાંગવાન, અર્પિત રાણા, મયંક ગુસૈન, શિવમ શર્મા, સુમિત માથુર, વંશ બેદી (વિકેટકીપર), મણિ ગ્રેવાલ, હર્ષ ત્યાગી, સિદ્ધાર્થ શર્મા, નવદીપ સૈની, યશ ધુલ અને ગગન વત્સ.






