મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ભરનાર ખેલાડી બન્યો વિરાટ કોહલી, જાણો કેટલો ભર્યો ટેક્સ

ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન કમાણી મામલે પણ આગળ છે. સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નાણાંકીય વર્ષ 2022-23મ

વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ભરનાર ખેલાડી બન્યો વિરાટ કોહલી, જાણો કેટલો ભર્યો ટેક્સ

ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન કમાણી મામલે પણ આગળ છે. સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નાણાંકીય વર્ષ 2022-23માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ક્રિકેટર બની ગયો છે. ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની યાદીમાં, કોહલી સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટરમાં નંબર વન છે. જ્યારે રોહિત શર્મા ટોપ 20ની યાદીમાં સામેલ નથી. આ યાદીમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી જેવા મોટા નામ સામેલ છે. હાર્દિક પંડ્યા પણ ટોપ 5માં સામેલ છે.
 
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના ટોચના સ્પોર્ટ્સ આઇકોન્સમાંના એક અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ નાણાકીય વર્ષ 2023-24માં 66 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા છે. આ રકમ IPLના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક (રૂપિયા 24.75 કરોડ)ની વેચાણ કિંમત કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. ઓવરઓલ સેલિબ્રિટીઝની વાત કરીએ તો માત્ર શાહરૂખ ખાન (92 કરોડ), વિજય (80 કરોડ), સલમાન ખાન (75 કરોડ) અને અમિતાભ બચ્ચન (71 કરોડ) તેનાથી આગળ છે. વિરાટ કોહલીએ નાણાકીય વર્ષ 2024માં 66 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા સાથે ભારતીય સેલિબ્રિટીઓમાં સૌથી વધુ ટેક્સ ચૂકવવા મામલે પાંચમા નંબરે છે. જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 38 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તે છઠ્ઠા સ્થાને છે.

2024માં ભારતના ટોપ-5 ટેક્સ પેયર્સ ક્રિકેટર

વિરાટ કોહલી- 66 કરોડ
મહેન્દ્ર સિંહ ધોની- 38 કરોડ
સચિન તેંડુલકર - 28 કરોડ
સૌરવ ગાંગુલી - 23 કરોડ
હાર્દિક પંડ્યા- 13 કરોડ

વિરાટ કોહલી પૈસા ક્યાંથી કમાય છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2024માં કિંગ કોહલીની કુલ સંપત્તિ 127 મિલિયન ડોલર એટલે કે લગભગ 1066 કરોડ ભારતીય રૂપિયા છે. વિરાટ કોહલી ક્રિકેટ ઉપરાંત એડ્સથી પણ ઘણી કમાણી કરે છે. બ્રાંડ એન્ડોર્સમેન્ટની સાથે કોહલીએ વિવિધ કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. અહીંથી થતી કમાણી દ્વારા તેઓ ભારત સરકારને ટેક્સ તરીકે મોટી રકમ ચૂકવે છે.

આ સમાચાર શેર કરો