ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં કર્યું ક્વોલિફાય
ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમીફાઈનલમાં શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સા

ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમીફાઈનલમાં શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી લીધું છે.
વિનેશ ફોગાટે 50 કેજી કેટેગરી એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમીફાઇનલમાં કઝાકિસ્તાનની લૌરા ગનિક્યાજીને હરાવી હતી.આ રીતે ફોગાટ ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય મહિલા રેસલરે એકથી વધુ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ નથી.
ફોગાટે કઝાકિસ્તાનની પ્લેયરને 10-0થી હરાવી
વિનેશ ફોગાટે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમીફાઇનલમાં કઝાકિસ્તાનની લૌરા ગનિક્યાજીને 10-0થી હરાવી હતી. હવે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની ક્યૂનિમજેવાનો સામનો વિનેશ ફોગાટ સામે થશે.
અંશુ મલિકની પણ પેરિસ ઓલિમ્પિકના ક્વોટામાં એન્ટ્રી
બીજી તરફ અંશુ મલિકે પણ મહિલાઓની 50 કિલો કેટેગરીમાં ભારત માટે ક્વોટા હાંસલ કર્યું છે. અંશુએ એશિયાઈ ઓલમ્પિક ક્વોલિફાયરની સેમિફાઈનલમાં ઉજબેકિસ્તાનની રેસલરને 10-0થી પરાજય આપ્યો છે.
26 જુલાઈથી શરૂ થશે પેરિસ ઓલિમ્પિક
વિનેશ ફોગાટે વર્ષ 2019 અને 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન 53 કિલોવર્ગની કેટેગરીમાં કાંસ્ય અને વર્ષ 2018માં રમાયેલ એશિયાઈ સ્પર્ધામાં 50 કિલોવર્ગ કેટેગરીમાં સુવર્ણપદક જીત્યો હતો. આ વર્ષે શરૂ થનારી પેરિસ ઓલિમ્પિક સ્પર્ધા 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.








