યુએસ ઓપનમાં સર્જાયો વધુ એક મોટો અપસેટ, હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ બહાર થયો
યુએસ ઓપન 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને મોટો ઝટકો લાગ્યો છે. તે ત્રીજા રાઉન્ડમાં યુએ

યુએસ ઓપન 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને મોટો ઝટકો લાગ્યો છે. તે ત્રીજા રાઉન્ડમાં યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયો હતો. જોકોવિચને એલેક્સી પોપિરિને હરાવ્યો હતો. યુએસ ઓપનનો આ બીજો મોટો અપસેટ હતો. આ પહેલા સ્પેનિશ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ પણ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો.
30 ઓગસ્ટે આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જોકોવિચને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિન સામે 4-6, 4-6, 6-2, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ 1 કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે નોવાકને વર્લ્ડ રેન્કિંગમાં 28મા નંબરના ખેલાડીએ હાર આપી હતી. આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ હાર સાથે, 2017 પછી પ્રથમ વખત બનશે કે જોકોવિચ કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ વિના વર્ષનો અંત કરશે. 16 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે જોકોવિચ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં નથી પહોંચી શક્યો.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું તૂટ્યું
નોવાક જોકોવિચ સંયુક્ત રીતે સૌથી વધુ સિંગલ ગ્રાન્ડ સ્લેમ (પુરૂષ અને મહિલા બંને) જીતનાર ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાની મહિલા સ્ટાર્સ માર્ગારેટ કોર્ટ અને નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં 24-24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. હવે જોકોવિચ માત્ર એક ગ્રાન્ડ સ્લેમ જીતીને આ યાદીમાં આગળ જશે, પરંતુ આ વર્ષે તેનું સપનું પૂરું થઈ શક્યું નથી. નોંધનીય છે કે માર્ગારેટ કોર્ટે ઓપન એરા પહેલા 13 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. ટેનિસમાં ઓપન એરાનો પ્રારંભ 1968માં થયો હતો.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમ્યા
નોંધનીય છે કે 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકેલા નોવાક જોકોવિચના નામે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમવાનો રેકોર્ડ છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 37 ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી છે. તે એવો ખેલાડી છે જેણે ઓપન એરામાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી છે. તેણે સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સ્પેનના રાફેલ નડાલને પણ પાછળ છોડી દીધા છે.






