મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

U19 Asia Cup / કેટલા વાગ્યે શરૂ થશે ભારત-પાકિસ્તાનની મેચ? જાણો ક્યાં જોઈ શકશો લાઈવ

અંડર-19 એશિયા કપ 2025માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં UAEને 234 રનથી હરાવ્યું હતું. ભારત મા

U19 Asia Cup / કેટલા વાગ્યે શરૂ થશે ભારત-પાકિસ્તાનની મેચ? જાણો ક્યાં જોઈ શકશો લાઈવ

અંડર-19 એશિયા કપ 2025માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં UAEને 234 રનથી હરાવ્યું હતું. ભારત માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. વૈભવે મેચમાં 171 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. ભારત હવે આવતીકાલે (14 ડિસેમ્બર) કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. જ્યારે પણ બંને દેશો એકબીજા સામે ટકરાશે, ત્યારે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હોય છે.

આયુષ મહાત્રે U19 ભારતીય ટીમનું નેતૃત્વ કરશે

અંડર-19 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ડિસેમ્બરે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાશે. મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. વધુમાં ટોસ અડધો કલાક પહેલા 10:00 વાગ્યે થશે. અંડર-19 એશિયા કપમાં ભારતની કેપ્ટનશિપ આયુષ મ્હાત્રે કરી રહ્યો છે. પાકિસ્તાનનો કેપ્ટન ફરહાન યુસુફ છે.

સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની U19 એશિયા કપ 2025 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ સિવાય જે ફેન્સ આ મેચને મોબાઈલ પર જોવા માંગે છે, તેઓ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઈ શકે છે. 

વૈભવે UAE સામે સદી ફટકારી

UAE સામે U19 એશિયા કપ 2025ની પહેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 433 રન બનાવ્યા. આ પછી UAE ટીમ ફક્ત 199 રન જ બનાવી શકી. ભારત માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 95 બોલમાં કુલ 171 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગાનો સમાવેશ થાય છે.

U19 એશિયા કપ 2025 માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, કનિષ્ક ચૌહાણ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ પંગાલિયા, ખિલાન પટેલ, હેનીલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, ઉધવ મોહન, નમન પુષ્પક, વેદાંત ત્રિવેદી, કિશન ક્ય્માર સિંહ, એરોન જોર્જ, યુવરાજ ગોહિલ.

પાકિસ્તાન: ઉસ્માન ખાન, ફરહાન યુસુફ (કેપ્ટન), હુઝૈફા અહસાન, હમઝા ઝહૂર (વિકેટકીપર), મોહમ્મદ સય્યામ, અલી હસન બલૂચ, દાનિયાલ અલી ખાન, સમીર મિન્હાસ, અલી રઝા, મોમીન કમર, અબ્દુલ સુભાન, મોહમ્મદ હુઝૈફા, મોહમ્મદ શાયાન, નકાબ શફીક, અહેમદ હુસૈન.

આ સમાચાર શેર કરો