Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi becomes the first player U19 ODI to do this

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, U19 ODIમાં આ કારનામું કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, U19 ODIમાં આ કારનામું કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો
સોર્સ : GSTV

વૈભવ સૂર્યવંશી હજી માત્ર 14 વર્ષનો છે, પરંતુ તેના બેટનો અવાજ અત્યારથી જ આખી દુનિયામાં ગુંજી રહ્યો છે. IPL 2025 દ્વારા દરેકનું ધ્યાન ખેંચ્યા પછી, આ યુવા ખેલાડી હવે અંડર-19 ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. ભારતીય U19 ટીમ હાલ દુબઈમાં ચાલી રહેલા અંડર-19 એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ભારતની પ્રથમ મેચ UAE સામે હતી, જેને ટીમ ઈન્ડિયાએ 234 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી હતી. ભારતની આ જીતમાં વૈભવ સૂર્યવંશીએ 171 રનની ધમાકેદાર ઈનિંગ રમીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

App Store

સૂર્યવંશીનો તોફાની અંદાજ

વૈભવે પોતાની આ ઈનિંગ દરમિયાન 95 બોલનો સામનો કર્યો, જેમાં 9 ચોગ્ગા અને 14 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. આ 14 છગ્ગા સાથે તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે U19 ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈ બેટર નહતો બનાવી શક્યો.

U19 ODIમાં 50 છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી

U19 ODIમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ પોતાના નામે કર્યો છે. આ મેચ પહેલા પણ વૈભવ સૂર્યવંશી આ યાદીમાં પ્રથમ સ્થાને હતો, પરંતુ આ 14 છગ્ગા સાથે તે યૂથ ODIમાં 50 છગ્ગા મારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી U19 ODIમાં માત્ર 12 મેચ રમી છે, જેમાં તે 57 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ યાદીમાં બીજા સ્થાને ભારતનો જ ખેલાડી ઉન્મુક્ત ચંદ છે, જેણે 38 છગ્ગા માર્યા હતા.

વિરાટ કોહલીના રેકોર્ડ પર નજર

વૈભવ સૂર્યવંશીના નામે હવે U19 ODIમાં કુલ 727 રન નોંધાયેલા છે. તેની નજર હવે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર હશે. વિરાટે પોતાની U19 કારકિર્દીમાં 28 મેચોમાં 978 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી વચ્ચે હવે માત્ર 251 રનનો જ તફાવત રહી ગયો છે.

ભારત માટે U19 ODIમાં સૌથી વધુ 1404 રન બનાવવાનો રેકોર્ડ વિજય ઝોલના નામે છે, જોકે તે ભારતીય સિનિયર ટીમમાં ક્યારેય પોતાની જગ્યા નહતો બનાવી શક્યો. આ યાદીમાં યશસ્વી જયસ્વાલ 1386 રન સાથે બીજા સ્થાને છે.