Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Why Vaibhav Suryavanshi's century against UAE is not included in ICC record book

9 ચોગ્ગા-14 છગ્ગા સાથે વૈભવે બનાવ્યા 171 રન, છતાં ICCની રેકોર્ડ બુકમાં સામેલ ન થઈ તોફાની ઈનિંગ; જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
9 ચોગ્ગા-14 છગ્ગા સાથે વૈભવે બનાવ્યા 171 રન, છતાં ICCની રેકોર્ડ બુકમાં સામેલ ન થઈ તોફાની ઈનિંગ; જાણો શું છે કારણ
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટના યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ 2025ના અંતમાં વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમી છે. પોતાના પ્રભાવશાળી ફોર્મને ચાલુ રાખતા તેણે અંડર-19 એશિયા કપની શરૂઆત સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે સદી સાથે કરી છે. આ મેચ શુક્રવારે (12 ડિસેમ્બર) દુબઈમાં ICC ક્રિકેટ એકેડેમી ખાતે રમાઈ હતી. જેમાં 14 વર્ષીય વૈભવે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને તે હાથ જોડીને ઉજવણી કરતો જોવા મળ્યો. તેની પ્રભાવશાળી ઈનિંગ છતાં તે ICCના સત્તાવાર રેકોર્ડમાં સામેલ ન થઈ. આ તેના ભરતીય અંડર-19 ટીમ માટે યૂથ ODIમાં બનાવેલા શાનદાર આંકડામાં સામેલ નહીં થાય.

App Store

અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ UAE સામે 180ના સ્ટ્રાઈક રેટથી 95 બોલમાં 171 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 30 બોલમાં 50 રન બનાવ્યા અને પછી 56 બોલમાં સદી ફટકારી. તેણે 84 બોલમાં સાત ચોગ્ગા અને 13 છગ્ગા ફટકારીને 150 રન બનાવ્યા હતા. આ ઈનિંગ રેકોર્ડબ્રેક હતી, છતાં તેને રેકોર્ડ બુકમાં શામેલ નથી કરવામાં આવી.

વૈભવ સૂર્યવંશીની સદીને સત્તાવાર કેમ નહીં ગણવામાં આવે?

આ ઈનિંગ યૂથ ODI ક્રિકેટમાં ત્રીજી સૌથી ઝડપી સદી અને ભારતીય દ્વારા બીજા ક્રમનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હોત. તેણે પોતાની ઈનિંગમાં 14 છગ્ગા પણ ફટકાર્યા હતા, જે વિશ્વ રેકોર્ડ બની શક્યો હોત. જોકે, આ ઈનિંગ રેકોર્ડ બુકમાં શામેલ નહીં થાય કારણ કે આ મેચને સત્તાવાર યૂથ ODI દરજ્જો નથી મળ્યો. આનું કારણ એ છે કે UAE એક એસોસિયેટ ટીમ છે. અંડર-19 એશિયા કપમાં સત્તાવાર યૂથ ODI દરજ્જો ફક્ત બે ટેસ્ટ રમતા દેશો વચ્ચેની મેચોને જ આપવામાં આવે છે, જેમ કે ભારત-પાકિસ્તાન રવિવાર (14 ડિસેમ્બર) ના રોજ રમાનારી મેચ.

ફક્ત અંડર-19 વર્લ્ડ કપમાં એસોસિયેટ ટીમો સાથે સંકળાયેલી મેચોને જ યૂથ ODIનો દરજ્જો આપવામાં આવે છે. આ કારણોસર, આવતા મહિને (15 જાન્યુઆરી) બુલાવાયોમાં ભારત અને USA વચ્ચેની મેચ સત્તાવાર યૂથ ODI હશે, પરંતુ મંગળવારે (16 ડિસેમ્બર) ના રોજ મલેશિયા સામેની મેચ યૂથ ODI નહીં હોય. વૈભવના નામે પહેલાથી જ યુવા ODIમાં એક સદી છે, જે તેણે આ વર્ષની શરૂઆતમાં વોર્સેસ્ટરમાં ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ સામે ફટકારી હતી. તેણે 52 બોલમાં સદી ફટકારી હતી. યુવા બેટ્સમેને 50 ઓવરના ક્રિકેટમાં જુનિયર ભારતીય ટીમ માટે ત્રણ અડધી સદી અને યૂથ ટેસ્ટ ક્રિકેટમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે.

વૈભવ સૂર્યવંશીએ સિનિયર ક્રિકેટમાં કેટલી સદી ફટકારી છે?

અંડર-19 ક્રિકેટ ઉપરાંત વૈભવે સિનિયર T20 ક્રિકેટમાં પણ ત્રણ સદી ફટકારી છે. 14 વર્ષના આ ખેલાડીએ 2025માં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં સદી ફટકારી હતી. તેણે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં પણ UAE સામે ભારત માટે સદી ફટકારી હતી. તેણે ચાલુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે બિહાર માટે પણ આ સિદ્ધિ મેળવી હતી.