Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : JioHotstar to stream Men's T20 World Cup 2026

T20 World Cup 2026 / JioHotstar પર જ સ્ટ્રીમ થશે ટુર્નામેન્ટ, 27 હજાર કરોડમાં ખરીદ્યા છે મીડિયા રાઈટ્સ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / JioHotstar પર જ સ્ટ્રીમ થશે ટુર્નામેન્ટ, 27 હજાર કરોડમાં ખરીદ્યા છે મીડિયા રાઈટ્સ
સોર્સ : GSTV

આવતા વર્ષે ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ T20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહી છે. તમામ ટીમો પણ અત્યારથી વર્લ્ડ કપની તૈયારી કરવા લાગી છે. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે JioHotstarએ ICC સાથેનો કરાર તોડી નાખ્યો છે અને ICC નવા બ્રોડકાસ્ટરની શોધમાં છે, પરંતુ હવે ICC અને JioHotstarrએ તેમની લાંબા સમયથી ચાલતી પાર્ટનરશિપને અકબંધ રાખી છે અને એવી અફવાઓને નકારી કાઢી છે કે મીડિયા પાર્ટનર JioHotstar વૈશ્વિક ક્રિકેટ સંસ્થા સાથેના તેના ચાર વર્ષના કરારને સમાપ્ત કરવાનું વિચારી રહ્યું છે.

App Store

ICC અને JioHotstarએ હવે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ભારતમાં ICCના મીડિયા રાઈટ્સ કરારની સ્થિતિ અંગેના તાજેતરના અહેવાલો પર ધ્યાન આપ્યું છે. આ અહેવાલો ખોટા છે અને ICC અને JioHotstar વચ્ચેનો વર્તમાન કરાર સંપૂર્ણ રીતે અમલમાં રહેશે.

કરાર 2024થી 2027 સુધીનો છે

JioHotstar ભારતમાં ICCનું સત્તાવાર મીડિયા પાર્ટનર રહે છે. JioHotstar તેના કરારની શરતોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને સંસ્થાઓ ભારતમાં ICC ઈવેન્ટ્સનું અવિરત વિશ્વ-સ્તરીય કવરેજ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મેન્સ T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે JioHotstarએ 2024થી 2027 દરમિયાન ICCના મીડિયા રાઈટ્સ માટે લગભગ 27.17 હજાર કરોડ રૂપિયા (ત્રણ અબજ ડોલર) ચૂકવ્યા છે.