Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This player has created sensation by scoring 5 centuries in 6 matches

ભારતીય ક્રિકેટને મળ્યો એક નવો સ્ટાર? આ ખેલાડીએ 6 મેચમાં 5 સદી ફટકારીને મચાવી ધમાલ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય ક્રિકેટને મળ્યો એક નવો સ્ટાર? આ ખેલાડીએ 6 મેચમાં 5 સદી ફટકારીને મચાવી ધમાલ
સોર્સ : GSTV

વૈભવ સૂર્યવંશી પછી ભારતીય ક્રિકેટને અમન યાદવના રૂપમાં બીજો એક યુવા સ્ટાર મળ્યો છે. અમનની ઉંમર ભલે ઓછી છે, પરંતુ તેના બેટમાંથી નીકળતા રન મોટા-મોટા રેકોર્ડ તોડી રહ્યા છે. વિજય મર્ચન્ટ ટ્રોફીમાં આસામ અંડર-16 ટીમનું નેતૃત્વ કરતા અમન યાદવે એટલું સારું પ્રદર્શન કર્યું છે કે તેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

App Store

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અમનનું વર્ચસ્વ

આ પ્રતિષ્ઠિત અંડર-16 રેડ બોલ ટુર્નામેન્ટમાં 30 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ અમન યાદવ બાકીના બધા ખેલાડીઓ કરતા અલગ છે. 6 મેચમાં 5 સદી ફટકારવી એ કોઈ નાની સિદ્ધિ નથી, ખાસ કરીને જ્યારે તમે તમારી ટીમના કેપ્ટન પણ હોવ. અમન અત્યાર સુધી 8 ઇનિંગ્સમાં 749 રન બનાવી ચૂક્યો છે, તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

દરેક મોટી ટીમ સામે મોટી ઈનિંગ્સ

અમન યાદવે લગભગ દરેક મજબૂત ટીમ સામે પોતાના બેટિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. તેણે બંગાળ સામે 100 રન અને ઝારખંડ સામે 114 રન બનાવ્યા છે. કેરળ સામે અમન સંપૂર્ણ રીતે છવાઈ ગયો હતો, આ મેચમાં તેણે શાનદાર 173 રન બનાવ્યા, જે આ સિઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર હતો. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે તેણે અણનમ 166 રન બનાવ્યા, જ્યારે છત્તીસગઢ સામે તે 108 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઈનિંગ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમન માત્ર ઘરેલુ ટીમો જ નહીં, પરંતુ મોટા ક્રિકેટિંગ રાજ્યો સામે પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

કેપ્ટનશિપમાં ક્લાસ બતાવ્યો

અમન યાદવ માત્ર રન મશીન જ નહીં, પરંતુ એક જવાબદાર લીડર પણ છે. તેતેની કેપ્ટનશિપ હેઠળ આસામ અંડર-16 ટીમ અત્યાર સુધી વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અજેય રહી છે. અમન આગળથી લીડ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ માટે તાકતવર દિવાલ તરીકે ઉભો રહે છે. આ જ કારણ છે કે તેની ટીમમાં આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાય છે.

રિયાન પરાગે ગણાવ્યો ભારતીય ક્રિકેટનું ભવિષ્ય

આસામમાંથી આગણ આવીને ટીમ ઈન્ડિયા સુધી પહોંચેલો રિયાન પરાગ પણ અમન યાદવની રમતથી ખૂબ પ્રભાવિત છે. સોશિયલ મીડિયા પર અમનની ઈનિંગ્સ શેર કરતા રિયાને તેને "ભારતીય ક્રિકેટનું ભવિષ્ય" ગણાવ્યો છે. એક યુવા ખેલાડી માટે એક વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર દ્વારા પ્રશંસા થવી એ એક મોટી સિદ્ધિ છે.