Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ravichandran Ashwin impressed by Vaibhav Suryavanshi's performance

વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જોઈને પ્રભાવિત થયો રવિચંદ્રન અશ્વિન, કહ્યું- 'તે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ...'

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જોઈને પ્રભાવિત થયો રવિચંદ્રન અશ્વિન, કહ્યું- 'તે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ...'
સોર્સ : GSTV

માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારતીય ક્રિકેટમાં એક અનોખી ઉત્સુકતા પેદા કરી છે. જુનિયર અને ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ખાસ વાત એ છે કે તેની ઓળખ કોઈ હાઈપથી નથી બની, પરંતુ સતત રન બનાવવાની અને મેચોમાં ફરક લાવવાની તેની ક્ષમતાના કારણે તે આજે દરેક જગ્યાએ પ્રસિદ્ધ છે. ખૂબ જ નાની ઉંમરે તેણે દર્શાવ્યું છે કે તે રમતને સમજે છે, જોખમ લેવામાં ડરતો નથી અને પરિસ્થિતિઓ ગમે તેવી હોય તે તેની બેટિંગથી મોટી અસર છોડેછે.

App Store

છેલ્લી IPL સિઝનમાં પહેલીવાર મોટા મંચ પર ઉતરનાર વૈભવે બેટ હાથમાં લેતાની સાથે જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા. ત્યારબાદ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં અંડર-19સ્તરે તેની ઈનિંગ્સ ચર્ચાનો વિષય બની. અલગ અલગ પિચ અને પરિસ્થિતિઓ પર રમતા તેણે વારંવાર લાંબા શોટ રમવાની અને રન રેટને ઝડપી બનાવવાની ક્ષમતા દર્શાવી છે.

તેની બેટિંગમાં સૌથી આકર્ષક બાબત એ છે કે તે મેચ પર તરત જ અસર કરી શકે છે. મેદાનમાં ઉતરતાની સાથે જ રન બનાવવા, ગેપ શોધવા, બાઉન્ડ્રી મારવી અને વિરોધી ટીમ પર દબાણ લાવવું, તેણે આટલી નાની ઉંમરે આ બધું જ શીખી લીધું છે. તેની રમતમાં ન તો ખચકાટ દેખાય છે કે ન તો ઉંમરની અસરો. કદાચ આ જ કારણ છે કે તે જ્યાં પણ રમ્યો છે ત્યાં તેનો પ્રભાવ સંપૂર્ણપણે સ્પષ્ટ થયો છે.

હવે ભવિષ્ય સ્પષ્ટ છે, અંડર-19 વર્લ્ડ કપ નજીક છે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ સાથે IPLની સંપૂર્ણ સિઝન છે. આ બે મુખ્ય ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને વૈભવ સૂર્યવંશી પાસેથી અપેક્ષાઓ વધવી તે સ્વાભાવિક છે. ક્રિકેટ જગત તે જોવા ઉત્સુક છે કે, આ યુવા બેટ્સમેન દબાણ, જવાબદારી અને મોટા તબક્કાને કેવી રીતે સંભાળે છે.

તેના ધમાકેદાર પ્રદર્શને  અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને પણ પ્રભાવિત કત્યો છે. અશ્વિને Xપર છેલ્લા 30 દિવસમાં વૈભવના સ્કોર શેર કર્યા - 171 (95), 50 (26), 190 (84), 68 (24), 108* (61), 46 (25), અને 127 (74). આ આંકડા સાથે અશ્વિને લખ્યું, "આ બાળક 14 વર્ષની ઉંમરે જે કરી રહ્યો છે તે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે." 14 વર્ષના ખેલાડી વિશે ભારતીય ટીમના એક વરિષ્ઠ ખેલાડીની આ પ્રતિક્રિયા સૂચવે છે કે વૈભવની બેટિંગની અસર કેટલી મોટી છે.

અશ્વિને આગળ લખ્યું કે, "U19 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે જ્યાં તેના શોસ્ટોપર બનવાની અપેક્ષા છે, ત્યારબાદ તરત જ IPLમાં ઓપનર તરીકે સંજુની ભૂમિકા ભજવીને તેની પહેલી સંપૂર્ણ સિઝનમાં પ્રવેશ કરશે, #VaibhavWatch ના આગામી ચાર મહિના રોમાંચક બનવાના છે, જે આપણને તેના સ્વભાવ, ભૂખ અને પાત્ર વિશે બધું જ કહેશે."

ભારતીય ક્રિકેટમાં ઘણા યુવા સ્ટાર્સ જોવા મળ્યા છે, પરંતુ વૈભવ સૂર્યવંશીની ગતિ અને પ્રભાવ જેવા ઉદાહરણો બહુ ઓછા છે. તે કેટલો આગળ વધશે તે કહેવું હજુ વહેલું છે, પરંતુ એક વાત ચોક્કસ છે, 14 વર્ષની ઉંમરે તેણે માત્ર રન જ નથી બનાવ્યા, પરંતુ આશાઓ પણ જગાવી છે.