Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ruturaj Gaikwad makes history by surpassing Australian legend in this feat

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયન દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, સદી ફટકારીને બનાવ્યા 3 રેકોર્ડ્સ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયન દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, સદી ફટકારીને બનાવ્યા 3 રેકોર્ડ્સ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સદી ફટકારવા છતાં ઋતુરાજ ગાયકવાડને ન્યુઝીલેન્ડ સામેની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ પછી પણ ગાયકવાડની શાનદાર પ્રદર્શન ચાલુ છે. ઋતુરાજ વિજય હજારે ટ્રોફી 2025-26માં મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ માટે વિસ્ફોટક ઈનિંગ્સ રમી રહ્યો છે. ગોવા સામેની પોતાની અણનમ સદી સાથે ગાયકવાડે ઓસ્ટ્રેલિયન દિગ્ગજને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો છે.

App Store

ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો

ગોવા સામેની મેચમાં મહારાષ્ટ્રે માત્ર 25 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ઈનિંગની કમાન સંભાળી અને 131 બોલમાં 134 રનની મહત્ત્વપૂર્ણ અણનમ ઈનિંગ રમી. આ ઈનિંગમાં ગાયકવાડે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ કારણે તેની ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 249 રનનો સન્માનજનક કુલ સ્કોર બનાવવામાં સફળ રહી. આ ઈનિંગમાં અણનમ રહીને ગાયકવાડની લિસ્ટ A એવરેજ હવે 58.83 પર પહોંચી ગઈ છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈકલ બેવનને પણ પાછળ છોડી દીધો છે. ગાયકવાડે અત્યાર સુધી 95 લિસ્ટ A ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે 20 સદી ફટકારી છે.

ગાયકવાડે સદી ફટકારીને 3 રેકોર્ડ બનાવ્યા

એવરેજની દૃષ્ટિએ નંબર-1 સ્થાન મેળવવા ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં 5,000 રન પણ બનાવ્યા છે. એટલું જ નહીં ગાયકવાડે હવે વિજય હજારે ટ્રોફીમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. અંકિત બાવનેએ આ ટુર્નામેન્ટની 101 ઈનિંગ્સમાં 15 સદી ફટકારી છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડે ફક્ત 59 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. એવરેજની દૃષ્ટિએ ગાયકવાડે છેલ્લી મેચમાં કિંગ વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો હતો.