Video: ઑકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત

સોર્સ: gstv

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝમાં જીતથી શરૂઆત કરી છે. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી જીત નોંધાવી. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા કિવી ટીમને 185 રનમાં ઓલઆઉટ કરી હતી. એમાં પણ 11માં ક્રમે આવેલા બ્લેર ટિકનરની 34 રનની ઈનિંગની મદદથી કિવી ટીમ 150 રનનો આંકડો પાર કરી શકે. અર્શદીપસિંહ, અંશુલ કંબોજ અને ગુરનુર બ્રાર સામે કિવી ટીમ સંઘર્ષ કરતા જોવા મળી. બીજી ઈનિંગમાં વરસાદને કારણે ટીમ ઈન્ડિયાને ડીએલ મેથડ પ્રમાણે 143 રનનો ટાર્ગેટ મળ્યો. જેને વિરાટ કોહલી અને ગીલની જોડીએ આસાન બનાવી દીધો. કોહલીએ માત્ર 51 બોલમાં 74 રનની ઈનિંગ રમી તો ગીલે 37 રન બનાવ્યાં. અર્શદીપસિંહે 4 વિકેટ ઝડપી જ્યારે અંશુલ કંબોજ 10 ઓવરમાં માત્ર 22 રન આપી 2 વિકેટ સાથે પ્લેઅર ઓફ ધ મેચ રહ્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત