હાર્દિક પંડ્યા છોડશે મુંબઈ ઇન્ડિયન્સ? PBKS અને CSKમાં જવાના એંધાણ વચ્ચે રાયડુનો મોટો ધડાકો

હાર્દિક પંડ્યા છોડશે મુંબઈ ઇન્ડિયન્સ? PBKS અને CSKમાં જવાના એંધાણ વચ્ચે રાયડુનો મોટો ધડાકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027ના મેગા ઓક્શન અને ટ્રેડ વિન્ડો પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ભવિષ્ય ક્રિકેટ જગતમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યું છે. વર્ષ 2024માં રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બન્યા બાદથી જ હાર્દિકને ફેન્સના ભારે વિરોધ, સતત હૂટિંગ અને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન એવા અહેવાલો પણ જોર પકડી રહ્યા છે કે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને લઈને ગંભીર વાતચીત ચાલી રહી છે.

ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પોતાને એકલો અનુભવી રહ્યો હતો: રાયડુનો ખુલાસો

હાર્દિકની આ માનસિક સ્થિતિ અને કેપ્ટનશીપ વિવાદ પર ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાયડુએ સ્વીકાર્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પોતાને સંપૂર્ણપણે અલગ-અથલગ અને એકલો અનુભવી રહ્યો હતો:

જાહેરાત

"મુંબઈમાં મને લાગ્યું કે હાર્દિકને એવો અહેસાસ થયો જાણે તેને એક ખૂણામાં ધકેલી દેવાયો હોય અને જ્યારે તમને એકવાર ખૂણામાં ધકેલી દેવામાં આવે છે, ત્યારે તમે સતત તમારી પાછળ જ જોતા રહો છો. ડ્રેસિંગ રૂમમાં જ્યારે આવું વાતાવરણ સર્જાય છે ત્યારે તમે એવું વર્તન કરવા લાગો છો જેવું તમે વાસ્તવમાં નથી કરવા માંગતા. હાર્દિક સાથે ઘણી બાબતો યોગ્ય ન રહી. આમાં હાર્દિકની ભૂલ પણ હોઈ શકે છે અથવા તો અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે."

કેપ્ટનશીપ છોડી દેવાની અંબાતી રાયડુની સલાહ

અંબાતી રાયડુનું માનવું છે કે કેપ્ટનશીપના વધારાના દબાણ અને દર્શકોના સતત વિરોધે હાર્દિકના સ્વાભાવિક પ્રદર્શનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રાયડુએ હાર્દિકને કેપ્ટન પદ છોડીને માત્ર એક શુદ્ધ ઓલરાઉન્ડર અને ખેલાડી તરીકે રમવાની સ્પષ્ટ સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં રહેવા માંગતો હોય તો તેને કેપ્ટન ન રહેવું જોઈએ, ફક્ત પોતાની રમત પર ધ્યાન આપીને મેચ-વિનરની ભૂમિકા ભજવવી જોઈએ. રાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે જો હાર્દિક મુંબઈની બહાર અન્ય કોઈ ફ્રેન્ચાઇઝીમાં જાય છે, તો પણ તેણે ઓછામાં ઓછી એક સિઝન માટે કોઈપણ સંજોગોમાં કેપ્ટનશીપ ન સ્વીકારવી જોઈએ.

આ બે ફ્રેન્ચાઇઝીમાં જઈ શકે છે હાર્દિકપંડ્યા

ટ્રેડની ચર્ચાઓ વચ્ચે રાયડુએ એ બે ટીમોના નામ પણ આપ્યા જ્યાં હાર્દિક એક ખેલાડી તરીકે પોતાની જૂની લય અને ફોર્મ ફરી હાંસલ કરી શકે છે. અંબાતી રાયડુએ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો ઉલ્લેખ કર્યો હતો. રાયડુએ જણાવ્યું કે હાર્દિક પંજાબ કે સીએસકેમાંથી કોઈ એક ટીમમાં જઈ શકે છે, પરંતુ ત્યાં પણ તેણે કેપ્ટન તરીકે નહીં પણ માત્ર મુખ્ય ખેલાડી તરીકે જ મેદાનમાં ઉતરવું જોઈએ જેથી તેના પરનું દબાણ ઘટી શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત