IND vs BAN / કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ રદ્દ કરાયો, ભીના મેદાનને કારણે લીધો નિર્ણય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. કાનપુરમાં 29 સ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. કાનપુરમાં 29 સપ્ટેમ્બરે વરસાદ ન હતો, પરંતુ મેદાન ભીનું હોવાને કારણે રમત રમાઈ શકી ન હતી. રાતભર પડેલા વરસાદને કારણે મેદાનની જમીનમાં પાણી ઉંડા ઉતરી ગયા હતા. ત્રીજા દિવસે, ગ્રાઉન્ડ સ્ટાફ સખત મહેનત કરતા જોવા મળ્યા હતા, પરંતુ ગ્રીન પાર્ક સ્ટેડિયમ મેચ માટે તૈયાર ન હતું થયું. હાલમાં બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 107 રન છે.
ગ્રાઉન્ડ અમ્પાયર ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આઉટફિલ્ડની હાલત જોઈને બંને અમ્પાયરો બિલકુલ ખુશ નહોતા. બે કલાક પછી એટલે કે 12 વાગે ફરીથી અમ્પાયર મેદાનમાં આવ્યા, તેમ છતાં ગ્રાઉન્ડ સ્ટાફની મહેનત સફળ થઈ ન હતી કારણ કે પાણીના કારણે મેદાન પર ભીના સ્પોટ બની ગયા હતા. ગ્રીન પાર્ક સ્ટેડિયમ વિસ્તારમાં સવારથી જ વરસાદ ન હતો પડ્યો, તેમ છતાં 2 વાગ્યે છેલ્લી વખત મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે અમ્પાયરોએ અંતિમ નિર્ણય લીધો અને દિવસની રમત રદ્દ જાહેર કરી.
બે દિવસ રદ્દ થયા
પહેલા દિવસે પણ વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ટોસમાં એક કલાકનો વિલંબ થયો હતો, જેમાં ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે, મુલાકાતી ટીમે 35 ઓવર રમીને 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. જે બાદ સતત બે દિવસ સુધી રમત રદ્દ કરવામાં આવી છે. બીજા દિવસે વરસાદને કારણે રમત બંધ થઈ ગઈ હતી જ્યારે ત્રીજા દિવસે વરસાદ પડ્યો ન હતો પરંતુ મેદાન ભીના હોવાને કારણે ખેલાડીઓ પ્રેક્ટિસ પણ કરી શક્યા ન હતા. બે મેચની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 280 રને જીતી હતી.






