Women's T20 WC 2024 / આ વખતે વિશ્વને મળશે નવા ચેમ્પિયન, ફાઈનલમાં પહોંચી આ 2 ટીમો
યુએઈ ખાતે રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ર

યુએઈ ખાતે રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને ન્યુઝીલેન્ડે 14 વર્ષ બાદ પહેલી વખત ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે.
અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ બંને ટીમમાંથી કોઈપણ ICC મહિલા T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું નથી. બંને ટીમો પહેલી વખત આ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. બંને દેશો માટે આ ખૂબ જ ખાસ ક્ષણ બની રહેશે. બંને દેશોની પુરૂષ કે મહિલા ટીમ આજ સુધી એકપણ વર્લ્ડકપનું ટાઈટલ જીતી શકી નથી. આ સ્થિતિમાં જે પણ ટીમ આ ફાઈનલ મેચ જીત જીતશે તેના માટે આ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે. અને આ સાથે વિશ્વને વર્લ્ડકપનો નવો ચેમ્પિયન પણ મળવાનો છે.
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી છે. જો કે ટીમ એક પણ વખત જીત મેળવવામાં સફળ રહી નથી. અગાઉના વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વર્ષે યોજાયેલી T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની પુરૂષ ટીમે જગ્યા બનાવી લીધી હતી. પરંતુ ફાઈનલમાં ભારતીય ટીમ સામે હારીને સાઉથ આફ્રિકાનું પહેલી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. હવે ક્રિકેટ ફેન્સની અપેક્ષા મહિલા ટીમ પાસેથી છે.






