Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The 2034 FIFA Football World Cup will be played in Saudi Arabia

સાઉદી અરબમાં રમાશે 2034નો FIFA ફૂટબોલ Worldcup,2030ની યજમાની આ ત્રણ દેશને મળી

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સાઉદી અરબમાં રમાશે 2034નો FIFA ફૂટબોલ Worldcup,2030ની યજમાની આ ત્રણ દેશને મળી

2034નો ફૂટબોલ વર્લ્ડકપ સાઉદી અરબમાં રમાશે. આટલું જ નહીં, 2030ના વર્લ્ડકપની યજમાની સ્પેન, પોર્ટુગલ અને મોરક્કો મળીને કરશે. દુનિયામાં ફૂટબોલ સંચાલિત કરનારી સંસ્થા FIFAએ આ જાહેરાત કરી છે.

App Store

સાઉદી અરબમાં યોજાશે 2034નો ફૂટબોલ વર્લ્ડકપ

2024ના ફિફા ફૂટબોલ વર્લ્ડકપના આયોજન માટે સાઉદી અરબે જ બિડ કર્યું હતું. એવામાં જ્યુરિખમાં વર્લ્ડ બોડીની સ્પેશ્યલ મીટિંગ બાદ પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેટિનોએ સાઉદી અરબને ઓફિશિયલ હોસ્ટ જાહેર કર્યો છે.

2030માં ફૂટબોલ વર્લ્ડકપને 100 વર્ષ પૂર્ણ થશે

2030માં ફિફા ફૂટબોલ વર્લ્ડકપ મોરક્કો, સ્પેન અને પોર્ટુગલમાં આયોજિત કરાશે. આ સિવાય આર્જેન્ટીના, પેરાગ્વે અને ઉરૂગ્વે પણ સામેલ થશે. 2030માં વર્લ્ડકપના 100 વર્ષ પૂર્ણ થઇ જશે જેનું આયોજન 3 ટાપુના છ દેશમાં યોજાશે.

2034 એશિયન રમતની સાથે સાથે 2027 AFC એશિયન કપ માટે યજમાન બનાવ્યા બાદ સાઉદી અરબને હવે ફિફા વર્લ્ડકપની યજમાની મળી છે. ઓક્ટોબર 2023માં ફિફાએ 2034 વર્લ્ડકપની યજમાનીમાં રસ વ્યક્ત કરવા માટ દેશો માટે 25 દિવસની સમય સીમા નક્કી કરી છે જેમાં ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરબ બન્નેએ પોતાનું નામ આગળ વધાર્યું છે.

આ પણ વાંચો: YEAR ENDER 2024: ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ એથ્લેટ્સમાં નંબર-1 ટ્રાન્સજેન્ડર બોક્સર, હાર્દિકે કોહલીને છોડ્યો પાછળ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યું સમર્થન

સાઉદી ક્લબ અલ નસર માટે રમનારા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ સાઉદીનું સમર્થન કરતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. રોનાલ્ડોએ લખ્યુ- અત્યાર સુધીનો સૌથી ખાસ વર્લ્ડકપ, સપનુ સાચુ થયુ. પોર્ટુગલ 2030 વર્લ્ડકપની યજમાની કરશે અને અમને તેના પર ગર્વ છે.'

આ પહેલા 1930માં ઉરૂગ્વેએ વર્લ્ડકપની યજમાની કરી હતી. તે 2030 વર્લ્ડકપની પ્રથમ મેચને હોસ્ટ કરશે. ઓપનિંગ સેરેમની પણ આ દેશમાં જ યોજાશે. ઉરૂગ્વે સિવાય આર્જેન્ટીના અને પરાગ્વે પણ 2030 વર્લ્ડકપની એક-એક મેચ હોસ્ટ કરશે.