2026ના બાકીના મહિનામાં ટીમ ઈન્ડિયા કેટલી મેચ રમશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

2026 અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે સારું વર્ષ રહ્યું છે. ભારતે વિદેશમાં પોતાની તાકાત દર્શાવી છે. બેટ્સમેન અને બોલર્સે ટેસ્ટ, ODI અને T20માં સારું પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં T20 ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવતા વર્ષે ODI વર્લ્ડ કપ યોજાવાનો છે. તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપ એક વર્ષ પછી રમાશે. ટીમ ઈન્ડિયાએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. 2026 સમાપ્તથવામાં વધુ સમય બાકી નથી. ટીમ ઈન્ડિયા હજુ પણ એક્શનમાં છે. ચાલો તમને જણાવીએ કે 2026ના બાકીના મહિનામાં ટીમ ઈન્ડિયા કેટલી મેચ રમશે.
ટીમ ઈન્ડિયાએ કેટલી મેચ રમવાની છે?
ડિસેમ્બરના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે ત્રણેય ફોર્મેટમાં કુલ 22 મેચ છે. બધી મેચો મહત્ત્વપૂર્ણ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલમાં પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. ભારતે લખનૌમાં પહેલો T20 જીત્યો. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા હજુ વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર વધુ T20 મેચ રમવાની બાકી છે.
ભારત 22 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા ત્યાં કુલ 12 મેચ રમશે. જેની શરૂઆત પાંચ મેચની T20 સિરીઝથી થશે, ત્યારબાદ પાંચ ODI અને છેલ્લે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 1 ડિસેમ્બરે સમાપ્ત થશે. શ્રીલંકા ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. બંને ટીમો ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમશે. ભારત અને શ્રીલંકાની ટીમો 13થી 27 ડિસેમ્બર સુધી રમતમાં રહેશે.
ભારત માટે ન્યુઝીલેન્ડ પ્રવાસ મહત્ત્વપૂર્ણ
ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ મહત્ત્વપૂર્ણ રહેશે. ખેલાડીઓ માટે આ એક કઠિન કસોટી હશે. ગયા પ્રવાસમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહતું. શુભમન ગિલ આ વખતે ODI અને ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શ્રેયસ અય્યર T20 ટીમનું નેતૃત્વ કરશે. T20 ટીમની પસંદગી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ODI અને ટેસ્ટ ટીમની પસંદગી પણ કરવામાં આવશે. મોટા સમાચાર એ છે કે ભુવનેશ્વર કુમાર T20 ક્રિકેટમાં પાછો ફર્યો છે. તે ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો છે. સ્થાનિક ક્રિકેટ અને IPLમાં ભુવીની પ્રભાવશાળી બોલિંગને કારણે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું. ભુવીએ ચાર વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ વખતે તે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.

