Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs Pakistan Clash Set to be played on Diwali 2026

દિવાળી પર રમાશે ભારત અને પાકિસ્તાનનો મહા મુકાબલો, U19 એશિયા કપમાં ટકરાશે બંને ટીમો

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
દિવાળી પર રમાશે ભારત અને પાકિસ્તાનનો મહા મુકાબલો, U19 એશિયા કપમાં ટકરાશે બંને ટીમો
સોર્સ : gstv

એશિયન ક્રિકેટ કાઉન્સિલે અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 5થી 14 નવેમ્બર દરમિયાન ઓમાનમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન સહિત કુલ આઠ ટીમો ભાગ લેશે, જેને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અંડર-19 એશિયા કપ આ વખતે ODI ફોર્મેટમાં યોજાશે, જેમાં ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને UAEનો સમાવેશ થાય છે. ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મલેશિયાની અંડર-19 ટીમોનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 5 નવેમ્બરે રમાશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ 8 નવેમ્બર, દિવાળીના રોજ રમાશે.

App Store

દિવાળીના દિવસે આ સમયે શરૂ થશે મેચ

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ એશિયા કપ 2026માં પોતાનો પહેલો મુકાબલો 6 નવેમ્બરના રોજ અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નેપાળ અંડર-19 ટીમ સામે રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પોતાની બીજી ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાની અંડર-19 ટીમનો સામનો કરશે, જે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ ૨) ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરના રોજ પોતાની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં UAE અંડર-19 ટીમનો સામનો કરશે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહત્ત્વપૂર્ણ મેચ પર બધાની નજર રહેશે.

બંને સેમીફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે

ગ્રૂપ સ્ટેજ મેચો પૂર્ણ થયા પછી, બે સેમીફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે, જેમાં ગ્રુપ Aમાં ટોપની ટીમ ગ્રુપ Bમાં બીજા ક્રમે રહેલી ટીમ સામે ટકરાશે. બીજી સેમીફાઈનલ મેચ ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમ અને ગ્રુપ Bમાં પ્રથમ ક્રમે રહેલી ટીમ વચ્ચે રમાશે. ટાઈટલ મેચ 14 નવેમ્બરે યોજાશે. અત્યાર સુધીમાં, ભારતીય ટીમ આઠ વખત અંડર-19 એશિયા કપ જીતી ચૂકી છે અને બે વાર રનર-અપ રહી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2021માં અંડર-19 એશિયા કપ જીત્યો હતો.