Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / ઇયર એન્ડર ૨૦૨૪ : Top 10 athletes searched on Google in 2024

YEAR ENDER 2024: ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ એથ્લેટ્સમાં નંબર-1 ટ્રાન્સજેન્ડર બોક્સર, હાર્દિકે કોહલીને છોડ્યો પાછળ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2024
લાઇવ ટીવીGoogle News
YEAR ENDER 2024: ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ એથ્લેટ્સમાં નંબર-1 ટ્રાન્સજેન્ડર બોક્સર, હાર્દિકે કોહલીને છોડ્યો પાછળ

હાલ વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. અને થોડા જ દિવસોમાં 2024નું વર્ષ ભૂતકાળ બની જશે. ત્યારે હવે ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફ ટોપ પર છે. મતલબ કે આ વર્ષે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.

App Store

ઈમાન ખલીફ ટોચના સ્થાને

ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક 2024માં બોક્સિંગની મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ખલીફ મહિલા નહીં પરંતુ પુરુષ છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈમાન ખલીફાના શરીરના ઘણા ભાગો પુરૂષોના છે. ઈમાનમાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો છે, જે પુરુષોમાં જોવા મળે છે.

હાર્દિકે કોહલી અને રોહિત શર્માને પાછળ છોડ્યા

ગૂગલ પર સર્ચ કરવાની આ યાદીમાં ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ટોપ-10 છે. હાર્દિક યાદીમાં સાતમાં સ્થાને છે. આ મામલે તેણે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર વિરાટ કોહલી અને ભૂતપૂર્વ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ દીધા છે. માઈક ટાયસન બીજા સ્થાને અને સ્પેનિશ ફૂટબોલર લામિન યામલ ત્રીજા સ્થાને છે. યામલે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધા છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની IPL ટીમ પંજાબ કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહ આ યાદીમાં 9મું સ્થાન ધરાવે છે. તેણે ભારતીય ટીમ માટે હજુ ડેબ્યુ પણ કર્યું નથી.

ગૂગલ પર સર્ચ કરાયેલા ટોપ-10 એથ્લેટ્સ

  1. ઈમાને ખલીફ
  2. માઈક ટાયસન
  3. લેમીન યામલ
  4. સિમોન બાઈલ્સ
  5. જેક પોલ
  6. નિકો વિલિયમ્સ
  7. હાર્દિક પંડ્યા
  8. સ્કોટી શેફલર
  9. શશાંક સિંહ
  10. રોડ્રી