મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophyની શરૂઆત પહેલા ભારતને લાગ્યો ઝટકો, ટૂર્નામેન્ટ છોડી ઘરે પરત ફર્યો ટીમ ઈન્ડિયાનો સભ્ય

ટીમ ઈન્ડિયા હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે જ્યાં તેને ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા એક ખૂ

Champions Trophyની શરૂઆત પહેલા ભારતને લાગ્યો ઝટકો, ટૂર્નામેન્ટ છોડી ઘરે પરત ફર્યો ટીમ ઈન્ડિયાનો સભ્ય

ટીમ ઈન્ડિયા હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે જ્યાં તેને ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું છે. તે દુબઈથી સાઉથ આફ્રિકા ગયો છે. હવે તે ક્યારે પરત ફરશે તે અંગે કોઈ માહિતી નથી. 

ચેમ્પિયન્સ ટ્રોફી માટે મોર્કેલ ક્યારે પાછો ફરશે તે કહેવું મુશ્કેલ છે. આ મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર નથી. મોર્કેલની ગેરહાજરીને કારણે ટીમના બોલરોને સમસ્યાઓનો સામનો કરવો પડશે તેમાં કોઈ શંકા નથી. મોર્કેલના જવાથી બાકીના કોચિંગ સ્ટાફ પર બોજ વધી ગયો છે.

ટીમ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે

ટીમ ઈન્ડિયા આ દુ:ખને પાછળ છોડીને પોતાનું સંપૂર્ણ ધ્યાન મેચ પર કેન્દ્રિત કરવા માંગશે. ટીમે બાંગ્લાદેશ સામેની મેચ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ટીમ છેલ્લા બે દિવસથી નેટ્સમાં સતત પરસેવો પાડી રહી છે. ટીમે 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરવાનું છે. હેડ કોચ ગૌતમ ગંભીર મોર્કેલ દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા કેવી રીતે ભરશે તે જોવાનું બાકી છે. તે પણ જોવાનું રહેશે કે કોચિંગ સ્ટાફમાં જોડાવા માટે કોઈ વધારાના સભ્યને દુબઈ મોકલવામાં આવશે કે નહીં.

પાકિસ્તાન સામેની મેચ મહત્ત્વપૂર્ણ 

ભારતની જે મેચની બધા રાહ જોઈ રહ્યા છે તે 23 ફેબ્રુઆરીએ રમાશે. આ દિવસે, ભારત અને તેના કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. છેલ્લી વખત જ્યારે આ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાઈ હતી, ત્યારે પાકિસ્તાન જીત્યું હતું. આ પ્રસંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલનો હતો. તે સમયે, સરફરાઝ અહેમદની કેપ્ટનશિપવાળી ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાને હરાવી હતી.

પાકિસ્તાન પણ આ મેચને કોઈપણ કિંમતે હળવાશથી નહીં લે. તે જાણે છે કે આ મેચનો અર્થ શું છે. ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ સારો નથી. ટીમ આમાં સુધારો કરશે અને ફરી એકવાર ભારતને હરાવવાનો પ્રયાસ કરશે. આ મેદાન પર જ પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2021માં ભારતને હરાવ્યું હતું. કોઈપણ વર્લ્ડ કપમાં ભારત પર પાકિસ્તાનનો આ પહેલો અને અત્યાર સુધીનો એકમાત્ર વિજય છે.

આ સમાચાર શેર કરો