અંડર-19 એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય, પાકિસ્તાનના મોઢામાંથી છીનવી લીધી જીત!

અંડર-19 એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય, પાકિસ્તાનના મોઢામાંથી છીનવી લીધી જીત!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં આજે (14 નવેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ જામ્યો છે. અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 337 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 338 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. 30 ઓવરના અંતે ભારતે 2 વિકેટના નુકસાને 168 રન બનાવી લીધા છે.

ઈજા છતાં આર્યવીર સેહવાગની શાનદાર અડધી સદી

જાહેરાત

338 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર આર્યવીર સેહવાગ (વીરેન્દ્ર સેહવાગનો પુત્ર) અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. પાંચમી ઓવરમાં પાકિસ્તાની બોલર અલી રઝાનો બોલ આર્યવીરની જમણી કોણી પાસે વાગ્યો હતો, પરંતુ ઈજા છતાં તેણે હિંમત હાર્યા વિના બેટિંગ ચાલુ રાખી હતી. આર્યવીરે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી (ટૂર્નામેન્ટમાં આ તેનો ચોથો 50+ સ્કોર છે) અને 61 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 58 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને વીકે વિનીત (24 રન) વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાઈ હતી.

પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાનની સદી

અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત મજબૂત રહી હતી. ઉસ્માન ખાન અને હયામ ખાને (21 રન) પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા હતા. ત્યારબાદ ઉસ્માન ખાને શાનદાર સદી ફટકારી હતી અને અબ્દુલ કાદિર સાથે મળીને બીજી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. કાદિરે 54 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ભારત તરફથી કાવ્ય પટેલ અને અર્જુન રાજપૂતે મહત્ત્વની વિકેટો ઝડપી હતી.

8 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે ભારત

ઉલ્લેખનીય છે કે ભારતે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે અને પાકિસ્તાને બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટે હરાવ્યું હતું, ત્યારે આજે ભારત પાસે તે હારનો બદલો લઈને 9મી વખત અંડર-19 એશિયા કપ જીતવાની સુવર્ણ તક છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત