મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / બીજી ટેસ્ટ માટે પુણે પહોંચી ટીમ ઈન્ડિયા, પ્લેનમાં મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ

ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતે 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે કિવી ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-

VIDEO / બીજી ટેસ્ટ માટે પુણે પહોંચી ટીમ ઈન્ડિયા, પ્લેનમાં મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ

ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતે 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે કિવી ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર વચ્ચે રમાશે. બંને ટીમો મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, પુણેમાં ટકરાશે. આ માટે ભારતીય ટીમ પુણે પહોંચી ગઈ છે. BCCIએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

BCCIના વીડિયોમાં ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ફ્લાઈટની મુસાફરીથી લઈને પૂણેની હોટલ સુધીની સફર બતાવવામાં આવી છે. સાથે જ ભારતીય ખેલાડીઓ પણ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાને બેંગ્લોર ટેસ્ટમાં કારમી હાર મળી

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 402 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગના આધારે 356 રનની લીડ મળી હતી. ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં જોરદાર વળતો પ્રહાર કર્યો હતો, પરંતુ હાર ટાળી શકી નહોતી. સરફરાઝ ખાને સદી ફટકારી હતી. જ્યારે રિષભ પંત 99 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ 70 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 52 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે 106 રનનો ટાર્ગેટ હતો. ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

આ સમાચાર શેર કરો