Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India made several records in match against West Indies

IND vs WI / 'કરો યા મરો' મેચમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, એક સાથે બનાવ્યા આટલા રેકોર્ડ્સ

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
IND vs WI / 'કરો યા મરો' મેચમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, એક સાથે બનાવ્યા આટલા રેકોર્ડ્સ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપમાં સુપર-8ની મેચમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. જે T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ રન ચેઝ રહ્યો છે. આ સાથે જ હવે સેમીફાઈનલની તસવીર પણ સ્પષ્ટ થઈ ગઈ છે. 5 માર્ચે મુંબઈમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે. બીજી તરફ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ 4 માર્ચે કોલકાતામાં ટકરાશે. કોલકાતામાં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન રહ્યો. સેમસનની 97* રનની વિસ્ફોટક ઈનિંગ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

App Store

ICC T20 વર્લ્ડ કપની સપર-8 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સાથેના રોમાંચક મુકાબલામાં ટાર્ગેટને 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બીજી તરફ આ મુકાબલામાં ભારતીય ટીમે રેકોર્ડ્સની હારમાળા પણ સર્જી છે.  

સેમસનનો ક્લાસ, દબાણમાં મેચ ફિનિશ

ભારતની આ જીતનો હીરો સંજુ સેમસન રહ્યો, જેણે 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા. તેની આ ઈનિંગમાં આક્રમકતા અને નિયંત્રણનું સંપૂર્ણ સંતુલન જોવા મળ્યું. તેણે રન રેટ તો જાળવી જ રાખી પરંતુ અંત સુધી રહીને મેચ ખતમ પણ કરી. સેમસનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. તેણે બે કેચ પણ ઝડપ્યા હતા.

ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો પરફેક્ટ રેકોર્ડ

કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ સતત પાંચમો વિજય છે. ભારત અહીં હજુ સુધી વેસ્ટ વિન્ડીઝ સામે ક્યારેય નથી હાર્યું. આ કોઈ એક વેન્યુ પર હાર્યા વિના પ્રતિસ્પર્ધી ટીમ પર સૌથી વધુ જીતની યાદીમાં સામેલ છે. 

વર્લ્ડ કપ ઈતિહાસનો ભારતનો સૌથી મોટો સફળ રન ચેઝ

આ જીત ઘણા અર્થમાં ઐતિહાસિક રહી, આ T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો સફળ ચેઝ બન્યો, જે 196 રનને વટાવી ગયો. ભારતનો અગાઉનો રેકોર્ડ મીરપુર (2014) માં સાઉથ આફ્રિકા સામે 173 રનનો હતો.

ભારત માટે વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ

સેમસનની 97* રનની ઈનિંગ ભારત માટે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બની. આ યાદીમાં ટોપ પર હજુ પણ સુરેશ રૈનાએ 2010માં બનાવેલા 101 રન છે.

સેમીફાઈનલ રેકોર્ડની બરાબરી

આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત સેમીફાઈનલમાં પહોંચવાના ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

હાર્યા વિના કોઈ એક વેન્યુ પર વિરોધી ટીમ સામે સૌથી વધુ T20I જીત

  • 6 પાકિસ્તાન vs વેસ્ટ ઈન્ડિઝ, કરાચીમાં
  • 6 ભારત vs આયર્લેન્ડ, માલાહાઈડમાં
  • 5 ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડમાં
  • 5 ન્યુઝીલેન્ડ vs ઝિમ્બાબ્વે, હરારેમાં
  • 5 પાકિસ્તાન vs બાંગ્લાદેશ, લાહોરમાં
  • 5 પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે રાવલપિંડીમાં
  • 5 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ કોલકાતામાં*

T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર

  • 101 સુરેશ રૈના vs સાઉથ આફ્રિકા, ગ્રોસ આઈલેટ, 2010
  • 97* સંજુ સેમસન vs વેસ્ટ ઈન્ડિઝ, ઈડન ગાર્ડન્સ, 2026
  • 92 રોહિત શર્મા vs ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઈલેટ, 2024
  • 89* વિરાટ કોહલી vs વેસ્ટ ઈન્ડિઝ, વાનખેડે, 2016
  • 84* સૂર્યકુમાર યાદવ vs સાઉથ આફ્રિકા, વાનખેડે, 2026

T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ રન ચેઝ

  • 230 ઈંગ્લેન્ડ vs સાઉથ આફ્રિકા, વાનખેડે, 2016
  • 206 સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, વાન્ડરર્સ, 2007
  • 196 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઈડન ગાર્ડન્સ, 2026*
  • 195 સાઉથ આફ્રિકા vs કેનેડા, ડલાસ, 2024
  • 193 વેસ્ટ ઈન્ડિઝ vs ભારત, વાનખેડે, 2016

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સેમીફાઈનલમાં પહોંચવું

  • 6 પાકિસ્તાન (2007, 2009, 2010, 2012, 2021, 2022)
  • 6 ભારત (2007, 2014, 2016, 2022, 2024, 2026)
  • 6 ઈંગ્લેન્ડ (2010, 2016, 2021, 2022, 2024, 2026)

મેચનો સંક્ષિપ્ત સ્કોરકાર્ડ

  • વેસ્ટ ઈન્ડિઝ: 195/4
  • ભારત: 199/5 (19.2 ઓવર)
  • ભારત 5 વિકેટથી જીત્યું (4 બોલ બાકી રહેતા)
  • પ્લેયર ઓફ ધ મેચ: સંજુ સેમસન (97*)