T20 World Cup 2026 / ભારતની જીત સાથે સેમીફાઈનલ માટે કન્ફર્મ થઈ તમામ ટીમો, જાણો કેવી રહી સુપ૨-8ની સફર

1 માર્ચે ICC T20 વર્લ્ડ કપ 2026માં સુપર 8ની 2 મહત્ત્વપૂર્ણ મેચ રમાઈ હતી. પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને ટાર્ગેટ ચે કરતા હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું હતું. આ બે મેચો પછી ટુર્નામેન્ટને તેના તમામ સેમીફાઈનલિસ્ટ મળી ગયા છે. આ સાથે હવે પોઈન્ટ્સ ટેબલ સેટલ થઈ ગયું છે. ચાલો સુપર-8માં તમામ ટીમોની સફર પર એક નજર કરીએ.
આવી રહી તમામ ટીમોની સફર
ઝિમ્બાબ્વે સામે જીત મેળવ્યા પછી સાઉથ આફ્રિકા ગ્રુપ-1માં ટોચ પર રહ્યું. આફ્રિકન ટીમે ટુર્નામેન્ટમાં તેની બધી મેચ જીતી છે. ઝિમ્બાબ્વે ગ્રુપ-1માં છેલ્લા સ્થાને રહ્યું. સિકંદર રઝાની ટીમ, જે ગ્રપ સ્ટેજમાં તેની બધી મેચ જીતીને સુપર 8 માં પહોંચી હતી, આ સ્ટેજમાં એક પણ મેચ ન જીતી શકી. સુપર-8ની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ ટીમ ઈન્ડિયા હવે ગ્રુપ-1માં બીજા સ્થાને છે. ભારત ટુર્નામેન્ટમાં ફક્ત સાઉથ આફ્રિકા સામે હાર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા સ્થાને રહ્યું. ભારત પહેલા તે સાઉથ આફ્રિકા સામે હાર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે પણ તેની બધી મેચ જીતીને સુપર-8માં પ્રવેશ કર્યો હતો.
હવે ગ્રુપ 2ની વાત કરીએ તો આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલલમાં પહોંચ્યા છે. ઈંગ્લેન્ડ સુપર-8માં તેની બધી મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહ્યું, જ્યારે શ્રીલંકા એક પણ મેચ ન જીતી શક્યું. સુપર-8ની પહેલી મેક પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની હતી, જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જેના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ પછી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે એક-એક મેચ જીતી હતી, પરંતુ કિવી ટીમ વધુ સારી નેટ રન રેટને કારણે સેમીફાઈનલમાં પહોંચી ગઈ.
સેમીફાઈનલનું શેડ્યૂલ
- સેમીફાઈનલ 1: સાઉથ આફ્રિકા vs ન્યુઝીલેન્ડ - 04 માર્ચ, 2026 - કોલકાતા
- સેમીફાઈનલ 2: ભારત vs ઈંગ્લેન્ડ - 05 માર્ચ, 2026 - મુંબઈ
સુપર-8માં બંને ગ્રુપના પોઈન્ટ્સ ટેબલ
ગ્રુપ-1
| ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ | નેટ રન રેટ |
| સાઉથ આફ્રિકા | 3 | 3 | 0 | 6 | +2.259 |
| ભારત | 3 | 2 | 1 | 4 | +0.106 |
| વેસ્ટ ઈન્ડિઝ | 3 | 1 | 2 | 2 | +0.993 |
| ઝિમ્બાબ્વે | 3 | 0 | 3 | 0 | -3.415 |
ગ્રુપ-2
| ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ | નેટ રન રેટ |
| ઈંગ્લેન્ડ | 3 | 3 | 0 | 6 | +1.096 |
| ન્યુઝીલેન્ડ | 3 | 1 | 1 | 3 | +1.390 |
| પાકિસ્તાન | 3 | 1 | 1 | 3 | -0.123 |
| શ્રીલંકા | 3 | 0 | 3 | 0 | -1.950 |

