Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jammu Kashmir won Ranji Trophy for the first time

Ranji Trophy 2025-26 / જમ્મુ-કાશ્મીરે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીત્યું રણજી ટ્રોફીનું ટાઈટલ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ranji Trophy 2025-26 / જમ્મુ-કાશ્મીરે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીત્યું રણજી ટ્રોફીનું ટાઈટલ
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફી એલિટ 2025-26ની ફાઈનલમાં ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે પહેલીવાર રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામે આ ઐતિહાસિક જીત મેળવી છે. ફાઈનલ મેચના છેલ્લા દિવસે જમ્મુ-કાશ્મીરે 550 રનથી વધુની લીડ મેળવી. આ રીતે મેચ ડ્રો રહી અને જમ્મુ અને કાશ્મીરે પોતાની પહેલી ઈનિંગની લીડના આધાર પર પહેલીવાર રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું. જો રણજી ટ્રોફીની નોકઆઉટ મેચ (સેમીફાઈનલ અને ફાઈનલ) ડ્રો જાય, તો પ્રથમ ઈનિંગમાં લીડ મેળવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. હુબલીના KSCA હુબલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટાઈટલ મેચના પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે કર્ણાટકને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું. બીજી ઈનિંગમાં, જમ્મુ-કાશ્મીરે 4 વિકેટે 342 રન બનાવ્યા. ઓપનર કામરાન ઇકબાલ અને સાહિલ લોત્રાએ શાનદાર સદી ફટકારી.

App Store

મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક જીત જોઈ. અબ્દુલ્લા ફાઈનલ મેચના છેલ્લા દિવસે ખેલાડીઓને ઉત્સાહિત કરવા હુબલી પહોંચ્યા હતા. ટીમની ટાઈટલ જીત બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખેલાડીઓનો ઉજવણી કરતો એક વીડિયો શેર કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ, ચોથા દિવસે કર્ણાટકની પ્રથમ ઈનિંગ 293 રનમાં સમેટાઈ ગઈ હતી. મયંક અગ્રવાલે એકલા હાથે 21 ચોગ્ગાની મદદથી શાનદાર 160 રન બનાવ્યા હતા, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ નહતો મળ્યો. કૃતિક કૃષ્ણાએ 36 રન અને શ્રેયસ ગોપાલે 27 રનનું યોગદાન આપ્યું હતું. મયંક અને કૃતિકે છઠ્ઠી વિકેટ માટે 79 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ સાથે ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કૃતિકના આઉટ થયા પછી ઈનિંગ પડી ભાંગી હતી. કર્ણાટકે તેની છેલ્લી ચાર વિકેટ માત્ર 52 રનમાં ગુમાવી દીધી હતી, જેના કારણે મોટી લીડ મેળવવાની તક ગુમાવી દીધી હતી. આ પહેલા જમ્મુ-કાશ્મીરે પ્રથમ ઈનિંગમાં 584 રન બનાવીને મેચમાં દબદબો બનાવ્યો હતો.