થઈ ગયું કન્ફર્મ! ભારત T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં પહોંચ્યું, તો આ ટીમ સામે થશે ટક્કર

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સુપર-8 સ્ટેજમાં ગ્રુપ 1માંથી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી ચૂક્યું છે. તેની ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું અને મજબૂત નેટ રન રેટ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગ્રુપમાંથી બીજીસેમીફાઈનલિસ્ટ ટીમ હવે 1 માર્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ દ્વારા નક્કી થશે.
ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે મેચ જીતવી જ પડશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવી જ પડશે. હાલમાં બે મેચ પછી ભારતના 2 પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝ પણ એટલા જ પોઈન્ટ સાથે મેદાનમાં ઉતરશે. જો ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો તેના 4 પોઈન્ટ થશે અને ગ્રુપમાં બીજા સ્થાને રહીને સેમીફાઈનલમાં સ્થાન મેળવશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ માટે પણ જીત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હાર અહીં તેની સફરનો અંતલાવશે. આ અર્થમાં આ મેચ ક્વાર્ટર ફાઈનલ જેવી બની ગઈ છે, જેમાં વિજેતા ટીમ ટોપ-4માં સ્થાન મેળવશે.
સેમીફાઈનલમાં કોની સામે ટક્કર થશે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચે છે, તો તે કોનો સામનો કરશે? ICCના નિયમો અનુસાર, ગ્રુપ 1માં બીજા ક્રમે રહેલી ટીમ ગ્રુપ 2માં ટોપની ટીમનો સામનો કરશે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી ગ્રુપ 2માં સારું પ્રદર્શન કર્યું છે. તેણે તેનીની ત્રણેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તેથી, જો ભારત ગ્રુપ-1માંથી બીજી ટીમ તરીકે ક્વોલિફાય થાય છે, તો તે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે.
આ રોમાંચક સેમીફાઈનલ મેચ 5 માર્ચે મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા માટે ઘરેલુ મેદાન પર ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામેનો આ મુકાબલો મહત્ત્વપૂર્ણ રહેશે. અગાઉ, 2022માં પણ આ ટીમો T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં એકબીજા સામે ટકરાઈ હતી. ઈંગ્લેન્ડે તે મેચ 10 વિકેટથી જીતી હતી. જો આ વખતે આ બે ટીમો ટકરાશે તો ટીમ ઈન્ડિયા પાસે બદલો લેવાની તક રહેશે.

