Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India created record in T20 World Cup history

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર થયું આ કારનામું

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયાએ બનાવ્યો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર થયું આ કારનામું
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026ની બીજી સુપર-8 મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બધા ભારતીય બેટ્સમેનોએ વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્કોર બનવવામાં સફળ રહી. ભારતે 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક અદ્ભુત રેકોર્ડ પણ બનાવ્યો હતો, જે T20 વર્લ્ડ કપમાં પહેલા ક્યારેય નહતો જોવા મળ્યો.

App Store

ટીમ ઈન્ડિયાએ અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ટીમ ઈન્ડિયાના છ ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામે બેટિંગ કરવા ઉતર્યા અને તે બધાએ 150થી વધુના સ્ટ્રાઈક રેટથી 20થી વધુ રન બનાવ્યા. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે કોઈ ટીમના છ બેટ્સમેનોએ એક ઈનિંગમાં 20થી વધુ રન બનાવ્યા હોય અને બધાનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ હોય. 2007માં શરૂ થયેલા ICC T20 વર્લ્ડ કપમાં આવી સિદ્ધિ પહેલા ક્યારેય પ્રાપ્ત નહતી થઈ.

ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક બેટિંગ

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સંજુ સેમસનએ ભારતને ઝડપી શરૂઆત અપાવી. સંજુએ પહેલી જ ઓવરમાં છગ્ગાથી ભારતીય ઈનિંગની શરૂઆત કરી. સેમસન 15 બોલમાં 24 રન બનાવીને 160ના સ્ટ્રાઈક રેટ સાથે આઉટ થયો. ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 72 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. ઈશાને 158.33ના સ્ટ્રાઈક રેટથી 38 રન બનાવ્યા, જ્યારે અભિષેકે 183.33ના સ્ટ્રાઈક રેટ સાથેની 55 રનની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ વિસ્ફોટક બેટિંગ કરી 13 બોલમાં 253ના સ્ટ્રાઈક રેટથી 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેના બોલર્સની ખૂબ ધુલાઈ કરી, જેના કારણે ભારતનો કુલ સ્કોર 256 રન થયો. હાર્દિકે 23 બોલમાં બે ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા, તેનો સ્ટ્રાઇક રેટ 217.39નો રહ્યો હતો. આ દરમિયાન તિલક 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા, તેણે 275ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. ખાસ વાત એ છે કે જે તિલક વર્માને તેની ધીમી બેટિંગ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો, તેણે જ આ મેચમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી.