Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi smashed blistering fifty in 14 balls

7 ચોગ્ગા, 5 છગ્ગા... IPL 2026 પહેલા ગર્જ્યું વૈભવ સૂર્યવંશીનું બેટ, માત્ર 14 બોલમાં ફટકારી અડધી સદી

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
7 ચોગ્ગા, 5 છગ્ગા... IPL 2026 પહેલા ગર્જ્યું વૈભવ સૂર્યવંશીનું બેટ, માત્ર 14 બોલમાં ફટકારી અડધી સદી
સોર્સ : GSTV

વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૈભવની નજર હવે આગામી IPL સિઝન પર છે. IPL 2026 પહેલા વૈભવે વધુ એક પ્રભાવશાળી ઈનિંગ રમી છે. તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી છે. તેની આક્રમક ઈનિંગે હલચલ મચાવી દીધી છે. IPL 2025માં વૈભવે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે ગુજરાત ટાઈટન્સ સામે ધમાલ મચાવી હતી.

App Store

વૈભવે ધમાકેદાર અડધી સદી ફટકારી

વૈભવ DY પાટિલ T20 કપમાં રમી રહ્યો છે. તેમાં DY પાટિલ બ્લુ માટે રમતા તેણે ઈન્ડિયન નેવી સામે 14 બોલમાં અડધી સદી ફટકારી છે. તેની ઈનિંગમાં તેણે 19 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે, તેનો સ્ટ્રાઈક રેટ 331.58 છે. વૈભવે તાજેતરમાં ક્રિકેટ રમવા માટે દસમા ધોરણની પરીક્ષા છોડી દેવાનો નિર્ણય લીધો હતો. તેનું એડમિટ કાર્ડ પણ જારી થઈ ગયું હતું.

વૈભવે IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 35 બોલમાં સદી ફટકારી હતી, તે IPL 2025માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. વૈભવે અત્યાર સુધીમાં બિહાર માટે 8 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 207 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે 8 લિસ્ટ A મેચોમાં 44.12ની એવરેજથી 353 રન બનાવ્યા છે. તેણે 18 T20 મેચોમાં 41.23ની એવરેજથી 701 રન બનાવ્યા છે.

અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી

વૈભવે 2025/26ના અંડર-19 વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો, તેણે 62.71ની એવરેજથી 439 રન બનાવ્યા હતા. તેણે 169.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતી વખતે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી.