Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sachin shares heartfelt words for his son Arjun before his wedding

VIDEO / અર્જુન અને સાનિયાના લગ્નની તૈયારીઓ શરૂ, સચિને પુત્ર માટે કહી દિલ જીતી લેનારી વાત

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO / અર્જુન અને સાનિયાના લગ્નની તૈયારીઓ શરૂ, સચિને પુત્ર માટે કહી દિલ જીતી લેનારી વાત
સોર્સ : GSTV

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અર્જુનના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે અને પરિવાર ઉજવણીના મૂડમાં છે. સાનિયા ચાંદોક સાથે તેના લગ્ન 5 માર્ચ, 2026ના રોજ થવાની ધારણા છે.

App Store

સચિનનો ખાસ સંદેશ

તાજેતરમાં IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર અર્જુન અને સાનિયાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, સચિન તેંડુલકરે પણ તેના પુત્ર માટે એક ઈમોશનલ ,મેસેજ શેર કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ દીકરો કોઈ છોકરીને મળવા ઘરે લાવે છે, ત્યારે સમજાય જાય છે કે તે મોટો થઈ ગયો છે. સચિને એમ પણ કહ્યું કે બંને સંપૂર્ણપણે એકબીજાના પ્રેમમાં ડૂબેલા લાગે છે અને આવા ખાસ જીવનસાથીને પસંદ કરવા બદલ તેને અર્જુન પર ગર્વ છે.

બંને આવતા મહિને લગ્ન કરશે

અર્જુન અને સાનિયાની સગાઈ ઓગસ્ટ 2025માં થઈ હતી. સાનિયા ચાંદોક એક સફળ ઉદ્યોગસાહસિક છે અને મુંબઈના એક વેપારી પરિવારમાંથી આવે છે. તે લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક હોવાનું કહેવાય છે.

અર્જુનની ક્રિકેટ કારકિર્દી

ક્રિકેટની વાત કરીએ તો, અર્જુન તેંડુલકરે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને બેટ્સમેન તરીકે તેણે ગોવા માટે રણજી ટ્રોફીમાં પોતાની ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી. આ સિદ્ધિ સાથે તેણે તેના પિતાની જેમ જ પોતાની ફર્સ્ટ-ક્લાસ મેચમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.

અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે પોતાની પ્રતિભાની ઝલક બતાવી. હવે તે આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની જર્સીમાં જોવા મળશે, તેને ટ્રેડ દ્વારા આ ફ્રેન્ચાઈઝીમાં સામેલ કરવામાં આવ્યો છે.

હાલમાં તેંડુલકર પરિવારમાં ખુશીનો માહોલ છે. અર્જુન ક્રિકેટ ક્ષેત્રથી દૂર પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે અને ફેન્સ પણ આ ખાસ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.