Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shikhar Dhawan's big win in property settlement case

શિખર ધવનની પ્રોપર્ટી સેટલમેન્ટ કેસમાં મોટી જીત, પૂર્વ પત્ની આયશાને રૂ.5.72 કરોડ પરત કરવા કોર્ટનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
શિખર ધવનની પ્રોપર્ટી સેટલમેન્ટ કેસમાં મોટી જીત, પૂર્વ પત્ની આયશાને રૂ.5.72 કરોડ પરત કરવા કોર્ટનો આદેશ
સોર્સ : google

ભારતીય ક્રિકેટર શિખર ધવનને પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પ્રોપર્ટી વેચાણના કેસમાં કોર્ટે શિખર ધવનની પૂર્વ પત્ની આયશાને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીના વેચાણ દ્વારા મેળવેલી અંદાજે 5.72 કરોડ રૂપિયાની રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટ દ્વારા પ્રોપર્ટી સેટલમેન્ટ અંગે અપાયેલો આદેશ ભારતીય કાયદા હેઠળ લાગુ કરી શકાય નહીં.

App Store

શિખર ધવનને કોર્ટમાંથી મળી મોટી રાહત

આ વિવાદનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાની પ્રોપર્ટી હતી. શિખર ધવને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી ખરીદવા મોટી રકમ રોકી હતી, જેમાં આયશા સહ માલિક હતી. આયશાએ આ પ્રોપર્ટી વેચી દીધી હતી અને તેના વેચાણથી મળેલી રકમ (અંદાજે ₹5.72 કરોડ) રાખી હતી. ઓસ્ટ્રેલિયન કોર્ટે આયશાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ભારતીય કોર્ટે હવે આદેશ આપ્યો છે કે આ રકમ ધવનને પરત મળવી જોઈએ.
 
આ મામલે ફેમિલી કોર્ટે અવલોકન કર્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ફેમિલી લૉ 1975 હેઠળ અપાયેલો ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ અને ભારતની જાહેર નીતિ વિરુદ્ધ છે. આથી, ભારતીય કાયદાકીય માળખા અનુસાર વિદેશી કોર્ટના આ નિર્ણયને ભારતમાં માન્યતા આપી શકાય નહીં.