Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 World Cup 2026 IND vs ZIM super 8 match preview

IND vs ZIM / ઓપનિંગમાં ફેરફારની અપેક્ષા, સંજુ સેમસનને મળી શકે છે તક; વાઈસ-કેપ્ટનની થશે વાપસી

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs ZIM / ઓપનિંગમાં ફેરફારની અપેક્ષા, સંજુ સેમસનને મળી શકે છે તક; વાઈસ-કેપ્ટનની થશે વાપસી
સોર્સ : GSTV

આ T20 વર્લ્ડ કપમાં ભારતના બેટ્સમેન 11 વખત શૂન્ય રન પર આઉટ થયા છે. અન્ય કોઈ ટીમ સાથે આવું નથી બન્યું. આ ટુર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોની રન બનાવવાની એવરેજ 20 છે, જે સુપર 8માં પહોંચેલી ટીમોમાં છઠ્ઠા ક્રમે છે. ભારતીય બેટ્સમેનોનો એવરેજ સ્ટ્રાઇક રેટ 138 છે. ભારતીય ટીમ આ ક્રિકેટ ચક્રમાં ઘરઆંગણે 45 ટકા T20 મેચો રમી હોવા છતાં આવી સ્થિતિ છે.

App Store

ચેપોક ખાતે રમાશે મેચ

સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમે ગુરુવારે ચેપોક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું પડશે અને પછી કોલકાતામાં ખતરનાક વેસ્ટ ઈન્ડિઝને હરાવવું પડશે. વધુમાં, તેને બાકીની મેચોના પરિણામો પર પણ નજર રાખવી પડશે. સાઉથ આફ્રિકા સામે 76 રનથી હાર બાદ ભારતની નેટ રન રેટ ઘટીને -3.80 થઈ ગઈ છે.

જો વેસ્ટ ઈન્ડિઝ ગુરુવારે બપોરની મેચમાં સાઉથ આફ્રિકાને હરાવે છે, તો ભારતનો માર્ગ વધુ મુશ્કેલ બનશે. પછી તેણે આગામી મેચમાં ઝિમ્બાબ્વે સાઉથ આફ્રિકાને હરાવે તેવી અપેક્ષા રાખવી પડશે.

ફેરફારની તૈયારી

બુધવારે બેટિંગ કોચ સિતાંશુ કોટકની પ્રેસ કોન્ફરન્સ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતીય ટીમ આગામી મેચ માટે બેટિંગ ક્રમમાં ફેરફાર કરશે. આ મેચમાં સંજુ સેમસન ઈશાન કિશન અથવા અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે, જેનાથી ભારતને બે લેફટી બેટ્સમેનોને બદલે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન મળશે.

જોકે બેટ્સમેન સંજુ પણ સારા ફોર્મમાં નથી, પરંતુ તેના ટીમમાં સામેલ થવાથી ટોપ ઓર્ડરમાં રાઈટી બેટ્સમેન આવશે, જેનાથી વિપક્ષી ટીમે રણનીતિ બનાવવામાં મહેનત કરવી પડશે. અભિષેક અથવા ઈશાનમાંથી એક ઈનિંગની શરૂઆત કરશે, જ્યારે બીજો ત્રીજા નંબર પર બેટિંગ કરશે. કેપ્ટન સૂર્ય કુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરશે.

રિંકુ સિંહે પ્રેક્ટિસ નથી કરી

રિંકુ સિંહ ગ્રેટર નોઈડામાં તેના બીમાર પિતાને મળવા ગયો હતો, તેણે બે દિવસ સુધી પ્રેક્ટિસ નહતી કરી. આવી સ્થિતિમાં, જો તે બહાર રહે છે, તો તિલક વર્માને પાંચમા નંબર પર મેદાનમાં ઉતારી શકાય છે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સ્થાન પર બેટિંગ કરે છે. જોકે, મેચની પરિસ્થિતિના આધારે હાર્દિક પંડ્યા અથવા શિવમ દુબે પણ પાંચમા નંબર પર બેટિંગ કરી શકે છે. વધુમાં, વોશિંગ્ટન સુંદરના સ્થાને વાઈસ-કેપ્ટન અક્ષર પટેલની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત લાગે છે.

અભિષેકે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર

ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા વર્લ્ડ કપ પહેલા ઉત્તમ ફોર્મમાં હતો, પરંતુ બીમાર પડ્યા બાદ તેણે પોતાની લય ગુમાવી દીધી છે. તે ઓફ-સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં ચાર મેચમાં 75ના સ્ટ્રાઇક રેટ અને 3.75ની એવરેજથી માત્ર 15 રન બનાવી શક્યો છે.

અભિષેકની શૈલીમાં રમતા ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પોતાની રમતમાં ફેરફાર કર્યો અને પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. બ્રુકને સ્પિનર્સનો સામનો કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ છેલ્લી મેચમાં તેણે પાકિસ્તાની સ્પિન એટેકને તોડી નાખ્યો હતો. તેણે રક્ષણાત્મક અને આક્રમક બેટિંગ વચ્ચે સારું સંતુલન દર્શાવ્યું હતું.

તિલક નબળી કડી બન્યો

લગભગ નિશ્ચિત લાગે છે કે તિલક આ મેચમાં ત્રીજા નંબરે નહીં રમે. જો રિંકુ રમી ન શકે તો જ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. તિલકને પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. બુધવારે ફક્ત તિલક અને વરુણ ચક્રવર્તીએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપી હતી. આ સૂચવે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તિલકની નબળાઈઓને દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. તેને ઓફ-સ્પિનર્સ સામે પણ વ્યાપકપણે બેટિંગ કરાવવામાં આવી હતી.

છેલ્લી મેચમાં વરુણને પણ ભારે માર પડ્યો હતો, તેથી તેને બોલિંગ પ્રેક્ટિસ પણ આપવામાં આવી હતી. ઈશાને આ ટુર્નામેન્ટમાં 193ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા, પરંતુ તેને અભિષેક કે તિલક બંને તરફથી ટેકો નહતો મળ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 180 રન બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઇક રેટ 127 છે, જે તેના T20 કારકિર્દીના 161ના સ્ટ્રાઇક રેટ કરતા ઘણો ઓછો છે. આ પણ ભારત માટે ચિંતાનું કારણ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બાકીની મેચોમાં મોટો સ્કોર કરવો પડશે. 

ઝિમ્બાબ્વેને હળવાશથી ન લઈ શકાય

ઝિમ્બાબ્વેને હળવાશથી ન લઈ શકાય. તે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવીને આટલી દૂર પહોંચ્યું છે. તેના કારણે, ઓસ્ટ્રેલિયાની સફર પહેલા રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ. તેના ફાસ્ટ બોલર્સ બ્લેસિંગ મુઝરાબાની, એનગારવા અને બ્રાડ ઇવાન્સ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલ પડકાર આપી શકે છે. કેપ્ટન સિકંદર રઝા ભારતીય ટીમ સામે સ્પિન સાથે શરૂઆત કરી શકે છે.

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

ઝિમ્બાબ્વે ટીમ

સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રયાન બર્લ, ગ્રીમ ક્રેમર, બેન કરન, બ્રાડ ઇવાન્સ, ક્લાઇવ મદાંડે, ટિનોટેન્ડા માપોસા, તદિવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, ટોની મુન્યોંગા, તાશિંગા મુસેકિવા, બ્લેસિંગ મુઝરાબાની, ડાયોન માયર્સ, રિચાર્ડ એનગારવા.

બેટ્સમેનોને મદદ કરવા માટે પિચ

ચેપોક પિચ સંપૂર્ણપણે સફેદ દેદેખાઈ રહી છે. આ બેટ્સમેનોને મદદ કરશે. રાત્રે ઝાકળ પણ નોંધપાત્ર પ્રમાણમાં પડે છે. તેથી, ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

હેડ-ટુ-હેડ

  • કુલ મેચ: 13
  • ભારત જીત્યું: 10
  • ઝિમ્બાબ્વે જીત્યું: 3