Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC announced Women's T20 World Cup 2026 schedule

ICC એ જાહેર કર્યું વિમેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ICC એ જાહેર કર્યું વિમેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
સોર્સ : GSTV

વિમેન્સ ક્રિકેટની મોટી ટુર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ICC એ વિમેન્સ T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ફરી એકવાર, બે કટ્ટર હરીફ ICC ટુર્નામેન્ટમાં આમને-સામને થશે, જ્યાં મુકાબલો ફક્ત જીત કે હારનો નહીં, પણ પ્રતિષ્ઠાનો પણ હશે. ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 12 જૂન, 2026થી 5 જુલાઈ, 2026 દરમિયાન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને આ વખતે ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે.

App Store

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સને ગ્રુપ-1માં રાખવામાં આવ્યા છે. લીગ સ્ટેજમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ભારત અને પાકિસ્તાન 14 જૂને એજબેસ્ટન ખાતે એકબીજા સામે ટકરાશે. વિમેન્સ ક્રિકેટમાં પણ આ ટક્કર હંમેશા રોમાંચક રહે છે અને આ વખતે પણ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેવાની અપેક્ષા છે. ભારતે તાજેતરની ટુર્નામેન્ટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 6 વખત ચેમ્પિયન છે. તેથી, આ ગ્રુપને 'ગ્રુપ ઓફ ડેથ' કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં પણ મોટા સ્ટેજ પર અપસેટ સર્જવાની ક્ષમતા છે, જેના કારણે ભારત-પાકિસ્તાન મેચ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડ મેચ પણ ચર્ચામાં

નેપાળમાં ક્વોલિફાયર બાદ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડે પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમો હવે ટાઈટલ રેસમાં યજમાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે જોડાશે. ગ્રુપ સ્ટેજમાં 20 જૂને હેડિંગ્લી ખાતે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ પણ ખાસ રહેશે. આ પહેલીવાર હશે જ્યારે બંને ટીમો ઈંગ્લેન્ડની ધરતી પર વર્લ્ડ કપમાં ટકરાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 5 જુલાઈના રોજ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ

  • ગ્રુપ 1: ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ
  • ગ્રુપ 2: વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

  • 12 જૂન, 2026: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, એજબેસ્ટન
  • 13 જૂન, 2026: સ્કોટલેન્ડ vs આયર્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
  • 13 જૂન, 2026: ઓસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 13 જૂન, 2026: વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, હેમ્પશાયર બાઉલ 
  • 14 જૂન, 2026: બાંગ્લાદેશ vs નેધરલેન્ડ, એજબેસ્ટન
  • 14 જૂન, 2026: ભારત vs પાકિસ્તાન, એજબેસ્ટન
  • 16 જૂન, 2026: ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા, હેમ્પશાયર બાઉલ 
  • 16 જૂન, 2026: ઈંગ્લેન્ડ vs આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ
  • 17 જૂન, 2026: ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, હેડિંગ્લી 
  • 17 જૂન, 2026: ભારત vs નેધરલેન્ડ, હેડિંગ્લી 
  • 17 જૂન, 2026: સાઉથ આફ્રિકા vs પાકિસ્તાન, એજબેસ્ટન
  • 18 જૂન, 2026: વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ, હેડિંગ્લી
  • 19 જૂન, 2026: ન્યુઝીલેન્ડ vs આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ
  • 20 જૂન, 2026: ઓસ્ટ્રેલિયા vs નેધરલેન્ડ, હેમ્પશાયર બાઉલ
  • 20 જૂન, 2026: પાકિસ્તાન vs બાંગ્લાદેશ, હેમ્પશાયર બાઉલ 
  • 20 જૂન, 2026: ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, હેડિંગ્લી 
  • 21 જૂન, 2026: વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકા, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
  • 21 જૂન, 2026: સાઉથ આફ્રિકા vs ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 23 જૂન, 2026: ન્યુઝીલેન્ડ vs સ્કોટલેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ 
  • 23 જૂન, 2026: શ્રીલંકા vs આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ 
  • 23 જૂન, 2026: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, હેડિંગ્લી
  • 24 જૂન, 2026: ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 25 જૂન, 2026: ભારત vs બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 25 જૂન, 2026: સાઉથ આફ્રિકા vs નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ 
  • 26 જૂન, 2026: શ્રીલંકા vs સ્કોટલેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 27 જૂન, 2026: પાકિસ્તાન vs નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
  • 27 જૂન, 2026: વેસ્ટ ઈન્ડિઝ vs આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ 
  • 27 જૂન, 2026: ભારત vs ન્યુઝીલેન્ડ, ધ ઓવલ 
  • 28 જૂન, 2026: સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ 
  • 28 જૂન, 2026: ઓસ્ટ્રેલિયા vs ભારત, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ 

નોકઆઉટ મેચો

  • 30 જૂન, 2026: સેમીફાઈનલ 1, ધ ઓવલ 
  • 2 જુલાઈ, 2026: સેમીફાઈનલ 2, ધ ઓવલ 
  • 5 જુલાઈ, 2026: ફાઈનલ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ