T20 World Cup 2026 / વેસ્ટ ઈન્ડિઝની મોટી જીતે બગાડ્યું ભારતનું ગણિત, હવે સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ?

ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સુપર 8નો ઉત્સાહ ચાલુ છે. સેમીફાઈનલની લડાઈ દરેક મેચ સાથે વધુ જટિલ બની રહી છે. સાઉથ આફ્રિકાએ રવિવારે ટીમ ઈન્ડિયાને હરાવ્યું, ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝએ સોમવારે ઝિમ્બાબ્વે સામે મોટી જીત મેળવી. વેસ્ટ ઈન્ડિઝની આ જીતે સેમીફાઈનલના સમીકરણને વધુ મુશ્કેલ બનાવ્યું છે. હવે ભારતનો સેમીફાઈનલનો માર્ગ વધુ કઠિન બની ગયો છે. ચાલો સંપૂર્ણ સમીકરણ સમજીએ.
ગ્રુપ-1નું પોઈન્ટ્સ ટેબલ
આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ સુપર 8ના ગ્રુપ-1માં ટોપ પર છે. બે પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝની રન રેટ +5.350 પર પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે, બે પોઈન્ટ સાથે તેની નેટ રન રેટ +3.800ની છે. ભારત હવે ત્રીજા સ્થાને છે, તેની પસે હજુ કોઈ પોઈન્ટ નથી, પરંતુ તેની નેટ રન રેટ (-3.800) ઝિમ્બાબ્વે (-5.350) કરતાં સારી છે.
હવે આગળ શું?
વેસ્ટ ઈન્ડિઝની જીત અને ઝિમ્બાબ્વેની હાર સાથે વેસ્ટ ઈન્ડિઝનું પલડું ભારે છે. જ્યારે ઝિમ્બાબ્વેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની હવે આગામી બે મેચ ભારત અને સાઉથ આફ્રિકા સામે છે. ઝિમ્બાબ્વેએ પણ હવે સાઉથ આફ્રિકા અને ભારત સામે રમવાનું છે.
જો વેસ્ટ ઈન્ડિઝ તેની આગામી બે મેચમાંથી એક જીતે અને એક હારે તો પણ સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા જીવંત રહેશે. કારણ કે તેની નેટ રન રેટ વધુ સારી છે. જો ભારત અને સાઉથ આફ્રિકા બે-બે મેચ જ જીતીએ છે, તો 4-4 પોઈન્ટ ધરાવતી ત્રણ ટીમો હશે. આનો અર્થ એ છે કે નેટ રન રેટ નિર્ણાયક પરિબળ હશે.
ભારત કેવી રીતે ક્વોલિફાય થશે?
જો ભારત સેમીફાઈનલમાં પહોંચવા માંગે છે, તો ગણિત સ્પષ્ટ છે. ભારતે તેની બંને મેચ સારા માર્જિનથી જીતવી પડશે. વધુમાં, તેણે પ્રાર્થના કરવી પડશે કે સાઉથ આફ્રિકા પણ તેની બધી મેચ જીતે. જો સાઉથ આફ્રિકા અને ભારત તેમની બાકીની બે મેચ જીતે છે તો તેમના અનુક્રમે 6 અને 4 પોઈન્ટ હશે. આ સ્થિતિમાં, ભારત અને સાઉથ આફ્રિકા આ ગ્રુપમાંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.
જોકે, જો સાઉથ આફ્રિકા તેની એક પણ મેચ હારી જાય છે, તો નિર્ણય નેટ રન રેટ પર આધારિત હશે, જે ભારત માટે મુશ્કેલ બની શકે છે. હાલમાં, ભારતની નેટ રન રેટ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા બંને કરતા નોંધપાત્ર રીતે ખરાબ છે.
વેસ્ટ ઈન્ડિઝ-ઝિમ્બાબ્વેની મેચ
ICC મેન્સ T20 વર્લ્ડ કપની 44મી મેચ સોમવારે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હહતી. જેમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કરીને 254 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વે ફક્ત 147 રન જ બનાવી શક્યું અને 18મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું.

