Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia women team defeated India in the first ODI

IND-W vs AUS-W / ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ODIમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું, સિરીઝમાં મેળવી લીડ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND-W vs AUS-W / ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ODIમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું, સિરીઝમાં મેળવી લીડ
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ બ્રિસ્બેન ગાબા મેદાન પર રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી જીતી લીધી છે. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 214 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી હતી. મંધાનાએ 58 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન હરમનએ 53 રન બનાવ્યા હતા. આ સિવાય કાશ્વી ગૌતમે 43 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલર એશ્લે ગાર્ડનરે તેણે 7 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી.

App Store

215 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે 55 રન ઉમેર્યા હતા. ફોબી લિચફિલ્ડ 32 બોલમાં 32 રન બનાવીને આઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાને 55 રનના સ્કોર પર જ બીજો ઝટકો લાગ્યો, જ્યારે જ્યોર્જિયા વોલ ગોલ્ડન ડક પર આઉટ થઈ ગઈ. ત્યારબાદ હીલી અને બેથ મૂનીએ ત્રીજી વિકેટ માટે 114 રનની પાર્ટનરશિપ કરી. કેપ્ટન એલિસા હીલી 70 બોલમાં 50 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે બેથ મૂનીએ 79 બોલમાં 76 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 38.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

આ પહેલા ઓસ્ટ્રેલિયાને ODI સિરીઝની શરૂઆતમાં બે મોટા ઝટકા લાગ્યા હતા. એલિસ પેરી અને કિમ ગાર્થ બંને ODI સિરીઝમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે મેગન સ્કટ અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર લ્યુસી હેમિલ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એલિસા હીલી આ સિરીઝ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તેથી, આ સિરીઝ ઓસ્ટ્રેલિયા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી ક્યારેય ODI સિરીઝ નથી જીતી. બંને ટીમોએ અત્યાર સુધી 12 ODI સિરીઝ રમી છે અને ઓસ્ટ્રેલિયાએ દરેક વખતે જીત મેળવી છે. હવે આ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ બાકીની બંને મેચ જીતવી પડશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, કાશ્વી ગૌતમ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર.

ઓસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વોલ, બેથ મૂની (વિકેટકીપર), એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનક્સ, અલાના કિંગ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.