Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Arshdeep Singh broke Jasprit Bumrah and Trent Boult's record

T20 World Cupમાં અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, એક સાથે તોડ્યા જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cupમાં અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, એક સાથે તોડ્યા જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના રેકોર્ડ
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે તે હવે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તે T20 વર્લ્ડ કપમાં લેસ્ટ આર્મ ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી પણ બની ગયો છે, આ સંદર્ભમાં તેણે ટ્રેન્ટ બોલ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

App Store

અર્શદીપ સિંહે ટ્રેન્ટ બોલ્ટનો રેકોર્ડ તોડ્યો

અર્શદીપ સિંહે આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા, રેયાન બર્લ અને ટોની મુન્યોંગાને આઉટ કર્યા હતા. આ મેચમાં અર્શદીપે 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. અર્શદીપે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 વિકેટ લીધી છે. તેણે T20 વર્લ્ડ કપમાં કુલ 35 વિકેટ લીધી છે. તેણે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેણે 34 વિકેટ લીધી હતી. આ સાથે અર્શદીપ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો છે.

અર્શદીપ પાસે અનેક બોલર્સને પાછળ છોડી દેવાની તક

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો, આ રેકોર્ડ બાંગ્લાદેશના ભૂતપૂર્વ દિગ્ગજ શાકિબ અલ હસનના નામે છે. શાકિબે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 43 મેચમાં 50 વિકેટ લીધી છે, જ્યારે એડમ ઝમ્પા 25 મેચમાં 44 વિકેટ સાથે બીજા સ્થાને છે. રાશિદ ખાન 43 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. હવે જોવાનું એ છે કે આગામી મેચોમાં અર્શદીપ આ ખેલાડીઓને પાછળ છોડી શકશે કે નહીં. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે હશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

અર્શદીપ સિંહ પછી આ બોલર્સ છે

T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં અર્શદીપ સિંહ પછી જસપ્રીત બુમરાહ બીજા નંબરે છે. બુમરાહે અત્યાર સુધીમાં 23 મેચમાં 33 વિકેટ લીધી છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેણે T20 વર્લ્ડ કપમાં 24 મેચમાં કુલ 32 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા આ યાદીમાં ચોથા નંબર પર છે, જેણે અત્યાર સુધીમાં 30 મેચમાં 29 વિકેટ લીધી છે.